Site icon Gujarat Mirror

પાક્ટ વયના પ્રેમી પંખીડા કારમાં ગુટરગુ કરતાં ઝડપાયા, પત્ની આવી જતાં સટાસટી

‘કોન કહેતા હે બુઢે ઈશ્ક નહીં કરતે ઈશ્ક તો કરતે હે લેકીન કોઈ શક નહીં કરતે’ પંકતીને સાર્થક કરતી ઘટના સામે આવી છે જેમાં પકટવયના ‘પતિ-પત્ની ઓર વો’ નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરમાં આવેલી ધરમ ટોકીઝ (આર.વર્લ્ડ) પાસે પાકટ વયના પ્રેમી પંખીડા કારમાં ગુટુરગુ કરતા હતાં તે સમયે પત્ની આવી જતાં સટાસટી બોલી હતી. સરાજાહેર મારામારી થતાં લોકના ટોળા એકઠા થયાં હતાં. જે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ચકચાર મચી જવા પામી છે.

સોશિયલ મીડિયામાં અનેકવાર પતિ-પત્નીઓના કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને અનેક બનાવમાં મારામારી અને હત્યા સુધીના બનાવો બની રહ્યા છે. ત્યારે રાજકોટમાં ફરી એક વખત પતિ-પત્ની ઔર વો નો કિસ્સો સામે આવ્યોછે. જેમાં કોન કહેતા હે બુઢે ઈસ્ક નહીં કરતે વો ઈસ્ક તો કરતે હે લેકીન કોઈ શક નહીં કરતે જે પંકતીને સાર્થક કરતી ઘટના ઘટી છે. જેમાં કસ્તુરબા રોડ પર આવેલ આરવર્લ્ડ (ધરમ) ટોકીઝ પાસે ચોકમાં રાત્રીના સમયે પાકટ વયના પ્રેમીઓ કારમાં ગુટરગુ કરતા હતા તે સમયે અચાનક પત્ની પ્રગટ થતાં બઘડાટી બોલી હતી અને પત્નીએ પતિની પ્રેમીકાને ગાળોભાંડી હાથાપાઈ કરી હતી.

જે ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતાં. જે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. વાયરલ થયેલા વીડિયોના પગલે પોલીસે જાહેરમાં મારામારી કરનાર સામે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version