Site icon Gujarat Mirror

બોટાદના દિગ્ગજ ક્રિકેટરનું 87 વર્ષે નિધન, ક્રિકેટ પ્રેમીઓમાં ઘેરો શોક

તાજેતરમાં બોટાદના ક્રિકેટ જગતનો એક સમયનો ઝળહળતો સિતારો ખરી પડ્યો. ક્રિકેટ જગતના ઓલ રાઉન્ડર સ્વ.કરમશીભાઈ સોલંકીની વિદાયથી બોટાદના ક્રિકેટ પ્રેમીઓમાં ઘેરો શોક પ્રસરેલ છે. બોટાદ શહેરના વતની અને રેલ્વે ડ્રાઇવર તરીકે ફરજ બજાવી નિવૃત્ત જીવન ગાળતા કરમશીભાઈ સોલંકીનું 87 વર્ષે ટૂંકી બીમારી બાદ 14 ફેબ્રુઆરી 2026ના રોજ અવસાન થયું છે.

તેઓ રણજીત ટ્રોફીમાં સિલેક્ટ થયેલ પરંતુ ગયેલ નહીં.ઇન્ડિયાના ટેસ્ટ ખેલાડી સલીમ દુરાની સાથે પણ ભાવનગરમાં ક્રિકેટ મેચ રમ્યા હતા.તેઓ સારા બેટ્સમેન અને બોલર પણ હતા. અત્યંત સ્વમાની ખૂદ્દાર એવા સ્વ.કરમશીભાઈ એક ટેસ્ટ ક્રિકેટર જેટલી લાયકાત અને આવડત હોવા છતાં બોટાદ રેલ્વે ક્રિકેટ ટીમ પુરતા સીમીત બની રહ્યા. સક્રિય ક્રિકેટ કાળ દરમ્યાન માત્ર બોટાદમાં જ નહીં દિલ્હી સુધી તેમના અનેક ચાહકો છે. સમર્થ ઓલ રાઉન્ડર કરમશીભાઈ સોલંકીની ચિર વિદાયથી બોટાદનું ક્રિકેટ જગતમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. તેમ ક્રિકેટ ચાહક હિતેશભાઈ શાહ અને તેમના ભાઈ ભીખાભાઈ સોલંકી સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું.

Exit mobile version