કાલાવાડ રોડ પર આવેલી સરાઝા હોટલના બેન્કવેટ હોલમાં ચાલતી બર્થડે પાર્ટીમાં એલસીબી ઝોન-૨ ત્રાટકી; મોંઘી બ્રાન્ડના વિદેશી દારૂ સાથે અનેક લોકો પકડાયા
રાજકોટ શહેરમાં ગત રાત્રે કાલાવાડ રોડ પર આવેલી સરાઝા હોટલમાં એક હાઈપ્રોફાઈલ બર્થડે પાર્ટી પર પોલીસે દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી છે. એલસીબી ઝોન-૨ની ટીમે સરાઝા હોટલના બેન્કવેટ હોલમાં ચાલતી દારૂની મહેફિલમાં ત્રાટકીને નામાંકિત બિલ્ડરો, વેપારીઓ અને હોટલના મેનેજર સહિત કુલ ૩૮ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એલસીબી ઝોન-૨ ના પોલીસ હેડ કોન્સ્ટેબલ સત્યજીતસિંહ જાડેજા અને તેમની ટીમને કાલાવાડ રોડ કટારીયા ચોકડી પાસે પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે કોસ્મોપ્લેક્ષ સિનેમા સામે સરાઝા હોટલના બીજા માળે આવેલા બેન્કવેટ હોલમાં ચિરાગભાઈ અરવિંદભાઈ પટેલની એડવાન્સ બર્થડે પાર્ટી ચાલી રહી છે. આ પાર્ટીમાં આશરે ૧૦૦ જેટલા સ્ત્રી-પુરુષો હાજર છે અને કેટલાક માણસો દારૂની મહેફિલ માણી રહ્યા છે તેવી ચોક્કસ માહિતી મળતા પોલીસે પંચો અને મહિલા પોલીસને સાથે રાખીને દરોડો પાડ્યો હતો.

પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ આ ગુનામાં સંડોવાયેલા અને ઝડપાયેલા તમામ ૩૮ આરોપીઓના નામ આ મુજબ છે: ચિરાગભાઈ અરવિંદભાઇ પટેલ, નીખીલભાઈ જમનભાઇ પટેલ, કૃણાલભાઈ કરણભાઇ અગ્રવાલ, પલવભાઈ ધીરૂભાઇ માકડીયા, મનીષભાઇ વલ્લભભાઈ પટેલ, હિતભાઈ અનીલભાઇ પટેલ, સ્મીતભાઈ મનસુખભાઇ રોજીવાડીયા, રોહીતભાઈ મગનભાઇ સોનેપરા, કૌશીકભાઇ પોપટભાઇ રાઠોડ, ઉજાસભાઈ જમનભાઇ વાછાણી, ધર્મેશભાઇ રમણીકભાઇ પટેલ, ગૌરવભાઈ હરીભાઈ પટેલ, અભયભાઇ નરેન્દ્રભાઈ જાવીયા, સુરજભાઈ રજનીકાંતભાઈ કાનાબાર, વિહાનભાઇ ઉજાસાભઇ વાછાણી, દેવભાઈ મિતુલભાઇ કાલરીયા, વીરભાઈ મિતુલભાઇ કાલરીયા, હાર્દિકભાઈ કિરીટભાઈ ગઢીયા, જીજ્ઞેશભાઈ ભુદરજીભાઇ સંચાણીયા, વિરેનભાઇ જયકુમાર તલસાણીયા, ગૌરવભાઇ ધર્મેશભાઇ વીરડીયા, હાર્દિકભાઈ અનીલભાઈ ઠકકર, જેનીલ નરેન્દ્રભાઇ નથવાણી, વત્સલ દિપકભાઈ કારીયા, હાર્દિકભાઇ પ્રફુલચંન્દ્રભાઇ ગોહિલ, ડેનીશભાઈ ચંન્દ્રકાંતભાઇ સેજપાલ, ભાર્ગવભાઈ ધર્મેશભાઇ પટેલ, જેનીશભાઈ દિપકભાઇ વસાણી, સંદિપભાઈ પાંચાભાઇ સોરઠીયા, દેવાંશભાઈ કમલેશભાઇ શાહ, ગૌરવભાઇ ધીરેનભાઇ અજમેરા, કુશ સંજયભાઇ ભાડાણીયા, કુશલભાઈ લક્ષ્મીદાસ ભાલોડીયા, દિપકભાઈ અમૃતલાલ કોટક, અક્ષત શકિતભાઇ ગોયલ, હિતેન્દ્રસિંહ પર્વતસિંહ ચૌહાણ, મનપ્રીતસિંગ ધ્યાનસીંગ અને હર્ષવર્ધનસિંહ શંભુસિંહ ચૌહાણ.

પોલીસે હોટલમાં જમણી બાજુથી બેન્કવેટ હોલમાં પ્રવેશ કરતા અંદર મોટું આયોજન જોવા મળ્યું હતું, જ્યાં સંગીત ચાલુ હતું અને યુ આકારમાં ગોઠવાયેલા ટેબલો પર કેટલાક લોકો દારૂની મહેફિલ ઉડાવી રહ્યા હતા. દરોડા દરમિયાન ટેબલો પરથી પેટ્રોન સિલ્વર ટેકિલા, ધ ગ્લેનલીવેટ, જાગરમાઇસ્ટર, જોની વોકર અને જેસલમેર ક્રાફ્ટ ઈન્ડિયન જિન જેવી મોંઘી બ્રાન્ડના દારૂની ભરેલી અને ખાલી બોટલો જપ્ત કરવામાં આવી છે, જેની કુલ કિંમત ૧૭,૫૦૦ રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત હોલમાંથી પાંચ જેટલા હુક્કા પણ મળી આવ્યા હતા. પોલીસે ત્યાં હાજર ૩૩ મહિલાઓનું બ્રીથ એનાલાઈઝરથી ચેકિંગ કરતા રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, છતાં તમામની મેડિકલ તપાસણી માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. પ્રોહિબિશન એક્ટની કલમ ૬૬(૧)બી, ૬૫એએ, ૭૫(એ), ૮૩, ૮૬ અને ૧૧૬બી હેઠળ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
