Site icon Gujarat Mirror

રાજકોટ જિલ્લામાં કૃષિરાહત પેકેજની 99 ટકા કામગીરી પૂર્ણ

રાજ્ય સરકારના ખેડૂતલક્ષી અભિગમ અને જિલ્લા વહીવટી તંત્રની સક્રિયતાને કારણે રાજકોટ જિલ્લાના લાખો ખેડૂતોના ખાતામાં સીધી નાણાકીય સહાય જમા કરવામાં આવી છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાનના વળતર રૂૂપે જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજ અને મગફળી-સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. રાજકોટ જિલ્લા કલેક્ટર છે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જિલ્લામાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત 99.7% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.કુલ 2,41,466 ખેડૂતોએ ક્લેમ સબમિટ કર્યા હતા, જેમાંથી 2,37,000 ખેડૂતોને અત્યાર સુધીમાં 758 કરોડ રૂૂપિયાની સહાય ચૂકવી દેવામાં આવી છે.

જ્યારે મગફળીની ખરીદી માટે 1,75,620 ખેડૂતોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 1,40,353 ખેડૂતોને 2,355 કરોડ રૂૂપિયાનું ચુકવણી કરવામાં આવ્યું છે. જ્યારે સોયાબીન માટે 15,275 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 11,134 ખેડૂતો પાસેથી ખરીદી પૂર્ણ કરી 85 કરોડ રૂૂપિયાનું ચૂકવણું કરાયું છે.
આ મળીને 3,198 કરોડની ચુકવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં કમોસમી વરસાદ ટેકાના ભાવે મગફળી તેમજ સોયાબીનની ખરીદી સહિતની યોજનાઓની સહાયની ત્રણ કરોડથી પણ વધુની ચુકવણી રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવી છે.

Exit mobile version