Site icon Gujarat Mirror

જામનગરની 9 વર્ષની આરૂષીએ અસાધ્ય બીમારીને હરાવી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

જામનગરમાં રહેતી માત્ર 9 વર્ષની આરૂૂષી આજે અનેક બાળકો માટે પ્રેરણારૂૂપ બની છે. જામનગરની પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય ઈંગજ વાલસુરામાં અભ્યાસ કરતી આરૂૂષી ખૂબ જ પ્રતિભાશાળી વિદ્યાર્થીની છે. જીવનમાં અનેક પડકારો સામે આવ્યા છતાં તેણે ક્યારેય હિંમત હારી નથી.

માત્ર ચાર વર્ષની ઉંમરે તેણીને ગિલાન-બારે-સિન્ડ્રોમ નામની ગંભીર બીમારી થઈ હતી. આ બીમારીના કારણે શરીરના અમુક ભાગોમાં સંવેદના ગુમાવી હતી અને બેસવા અને ઉભા રહેવામાં પણ મુશ્કેલી પડતી હતી. તરત જ હોસ્પિટલમાં સારવાર શરૂૂ કરવામાં આવી અને લાંબા સમય સુધી દવાઓ, ફિઝિયોથેરાપી અને પરિવારના સતત સહયોગથી આરૂૂષી ધીમે ધીમે સ્વસ્થ બની.

સ્વસ્થ થયા પછી માતા-પિતાએ આરૂૂષીની પ્રતિભાને ઓળખી તેને ભરતનાટ્યમ શીખવવાનું શરૂૂ કરાવ્યું. વર્ષ 2021માં તેણે નૃત્યની તાલીમ શરૂૂ કરી. શારીરિક મુશ્કેલીઓ હોવા છતાં અદભૂત આત્મવિશ્વાસ અને મહેનતના બળે પ્રગતિ કરી. શાળા તથા વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને તેણે અનેક મેડલ, પ્રમાણપત્રો અને એવોર્ડ પણ મેળવ્યા.

આરૂૂષી માત્ર નૃત્યમાં જ નહીં પરંતુ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રીતે ભાગ લે છે. ગુજરાત કલા મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં પણ ભાગ લઈને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. ગોલ્ડન કટાર આર્મી પ્રી-પ્રાઇમરી સ્કૂલમાં અનેક મેડલ, પુરસ્કારો અને શિલ્ડ પ્રાપ્ત કર્યા છે. તેના શિક્ષકો અને પરિવારજનોએ હંમેશા તેને પ્રોત્સાહન આપ્યું છે.

આરૂૂષીની સિદ્ધિનું સૌથી મોટું પળ ત્યારે આવ્યું જ્યારે 12 નવેમ્બર, 2025ના રોજ તેણે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો. માત્ર 30 સેક્ધડમાં તેણે નવરસના વિવિધ ભાવ શૃંગાર (પ્રેમ), હાસ્ય (વિનોદ), કરુણ (દયા/દુ:ખ), રૌદ્ર (ક્રોધ), વીર (ઉત્સાહ/પૌરુષ), ભયાનક (ડર), બીભત્સ (અણગમો), અદ્ભુત (આશ્ચર્ય) અને શાંત (વૈરાગ્ય/શાંતિ) અભિવ્યક્ત કરીને અનોખો રેકોર્ડ નોંધાવ્યો. આ સિદ્ધિએ તેના પરિવાર, શિક્ષકો અને સમગ્ર સમાજને ગર્વનો અનુભવ કરાવ્યો.

માત્ર 9 વર્ષની બાળકીની આ સફર સાબિત કરે છે કે સંકલ્પ, મહેનત અને આત્મવિશ્વાસ હોય તો કોઈપણ મુશ્કેલી આપણને અટકાવી શકતી નથી. આજના સમયમાં આરૂૂષી જેવી પ્રતિભાઓ સમાજ માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. જે જામનગર માટે ગર્વની વાત છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મહિલા દિવસની ઉજવણી નિમિતે કલેકટરશ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં આરુષીએ પોતાની નૃત્યકળાથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

Exit mobile version