Site icon Gujarat Mirror

જામનગરમાં બ્રાસપાર્ટના કારખાનાને નિશાન બનાવતા તસ્કરો

જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા અને હિરજી મિસ્ત્રી રોડ પર શ્યામ મેટલ્સ નામનો બ્રાસપોર્ટ નું કારખાનું અને ભઠ્ઠી ચલાવતા વિજયભાઈ કાનજીભાઈ ભારવડીયા નામના બ્રાસપાટ ના કારખાનેદારે ગઈકાલે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના કારખાનામાંથી રૂૂપિયા 11,70,000 ની કિંમત નો 7,800 કિલો ભંગાર ચોરી થઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ને તાજેતરમાં પોતાના કારખાનામાંથી કેટલોક માલ સામાન ઓછો હોવાનું જાણવા મળ્યું હતું, અને પોતે રાત્રે જઈને તપાસ કરતાં કારખાનામાં મુખ્ય દરવાજો ખુલ્લો હતો, અને તાળો તૂટેલું જોવા મળ્યું હતું. ત્યારબાદ અંદરનું શટર પણ ઉચકાયેલું જોવા મળ્યું હતું.

જેથી કારખાનેદાર દ્વારા અંદર રહેલા પિત્તળના સ્ટોકની તપાસણી કરાવતાં છેલ્લા ત્રણેક મહિનાના સમયગાળા દરમિયાન કુલ 7,800 કિલો પિતળ નો માલ ઓછો હોવાનું જાણવા મળ્યું હતું, જેની કુલ 11,70,000 જેટલી કિંમત થાય છે, જેની ચોરી થયાનું પોલીસમાં જાહેર કર્યું છે. જે ફરિયાદના અનુસંધાને સીટી સી. ડિવિઝનના પી.એસ.આઇ. વી.બી.બરબસિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Exit mobile version