1.53 કરોડની લૂંટ વિથ મર્ડરમાં બે પૂર્વ કર્મચારી સહિત 9 ઝડપાયા

તન્વી ગોલ્ડમાંથી ઝઘડો કરી છૂટા થયેલો પૂર્વ કર્મચારી જ સૂત્રધાર નીકળ્યો, વારાણસીની ગેંગે ‘મિરઝાપુર’ વેબસીરિઝની સ્ટાઇલથી લૂંટને અંજામ આપ્યો શહેરના તન્વી ગોલ્ડ નામની પેઢીના મનેજરની…

તન્વી ગોલ્ડમાંથી ઝઘડો કરી છૂટા થયેલો પૂર્વ કર્મચારી જ સૂત્રધાર નીકળ્યો, વારાણસીની ગેંગે ‘મિરઝાપુર’ વેબસીરિઝની સ્ટાઇલથી લૂંટને અંજામ આપ્યો

શહેરના તન્વી ગોલ્ડ નામની પેઢીના મનેજરની ફાયરીંગ કરી હત્યાના કરી રૂૂ.1.53 કરોડાના સોના ચાંદીની દિલધડક લુંટનો ભેદ પોલીસે 7 કલાકમાં ઉકેલી નાખી પેઢીના બે પૂર્વે કર્મચારી સહીત વારાણસીની પંડિત ગેગને ઝડપી લીધી છે. આ દિલધડક લુંટ કેસમાં વધુ મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમા જાણવા મળ્યું કે, પેઢીમાં થોડા સમય પહેલાં ઝઘડો કરીને નોકરી છોડેલો પૂર્વ કર્મચારી અને તેના સાથી જ કથિત રીતે લૂંટનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે સઘન તપાસ અને પૂછપરછના આધારે આ કેસમાં મહત્ત્વની કડી મેળવી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે.

લુંટ ચલવનાર વારાણસીની પંડિત ગેગ વડોદરાથી રાજકોટ આવી હતી અને અહીં લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ રાજસ્થાનના શિરોહી તરફ ભાગી ગયા હતા. લૂંટ બાદ માત્ર સાત કલાકમાં તેઓ શિરોહી પહોંચી ગયા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની 50 જેટલી ટીમે તપાસ કરી આશરે આઠ કલાકમાં રાજકોટથી રાજસ્થાન પહોંચીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ લૂંટમાં વપરાયેલી કારની નંબર પ્લેટ બદલવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઉતાવળમાં તેઓ આ પ્રયાસમાં સફળ થઈ શક્યા નહોતા. આ ઉપરાંત, એક તબક્કે આરોપીનું લોકેશન ચોટીલા પાસે બંધ થઈ ગયું હતું, પરંતુ થોડા સમય બાદ ફરી શરૂૂ થતાં પોલીસને તપાસમાં મહત્ત્વની કડી મળી હતી.

આ મામલે સહકાર મેઇન રોડ સાધના સોસાયટી ગોવર્ધન મકાન ઉપર રહેતા બીપીનભાઇ ગોરધનભાઇ લીંબાભાઇ વીરડીયાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, આજી, જી.આઈ.ડી.સી. મેઇન રોડ બાવીશી વે-બ્રિજ સામે તન્વિ એક્ષપોર્ટ ઇન્ડીયા લીમીટેડ નામની સોના ચાંદીની મેન્યુફેક્ચરીંગ પેઢી અમારા અન્ય ભાગીદાર તુષારભાઇ વલ્લભભાઇ સાવલીયા , રાજભાઇ અશોકભાઇ ભાલારા , મયુરભાઇ ભુપતભાઇ લીંબાસીયા , હરેશભાઇ મોહનભાઇ સરધારા , હીતેષભાઈ મોહનભાઇ સરધારા , દિનેશભાઇ મશરૂૂભાઇ મેવાડા , અંકુરભાઇ જેરામભાઇ અજાણી , રવીભાઇ અશોકભાઈ ભાલારા , રાજેશભાઈ બાબુભાઇ તારપરા , વિનોદભાઇ મનજીભાઈ પરસાણા , સંદિપભાઇ જગદીશભાઇ હાપલીયા નાઓ સાથે છેલ્લા ત્રણેક વર્ષથી ભાગીદારીમા ચલાવી સોના-ચાંદીના તૈયાર ઘરેણા ઓલ-ઇન્ડિયામા અલગ અલગ જગ્યાએ વેચાણ કરીએ છીએ તેમજ આ તન્વિ એક્ષપોર્ટથી આશરે ચાલીશ મિટરના અંતરમા રીફાઇનરી આવેલ છે તેમજ આ રીફાનરીમા સોના-ચાંદીનુ રીફાઇન થયા બાદ કોઇ અંગત માણસ સાથે કંપનીમા કામ કરતા સિક્યુરીટી ગાર્ડ સાથે મોકલી અમારા જ્વેલરી બનાવતા યુગ બિલ્ડીંગ ખાતે આપ-લે કરીએ છીએ.

ગઇ કાલ તા.14/10/2026 ના રાત્રીના સવા આઠેક વાગ્યાની આસપાસ બીપીનભાઈ તથા કિશોરભાઇ હાપલીયા કોટેચા ચોક પાસે હતા ત્યારે મારા ભાગીદાર મયુરભાઇ લીબાસીયાનો ફોન આવેલ અને ફોનમાં જણાવેલ કે કંપનીમા કામ કરતા લાલજીભાઇ સરધારા ઉપર રીફાઈનરી પાસે ફાયરીગ થયેલ છે અને આશરે દોઢેક કરોડના સોના ચાદીના માલની લુટ થયેલ છે અને અત્યારે લાલજીભાઇ સરધારાની મધુરમ હોસ્પીટલમાં સારવાર ચાલુ છે તેવી વાત કરતા હુ અને કિશોરભાઇ હાપલીયા મધુરમ હોસ્પીટલ ગયેલ હતા અને ત્યારે મધુરમ હોસ્પીટલમાં મારા બિજા ભાગીદારો પણ હાજર હતા અને ત્યારે લાલજીભાઇની ઇમરજન્સી રૂૂમમા સારવાર ચાલુ હતી અને ત્યારે ત્યાં હાજર મારા ભાગીદાર રાજભાઇ અશોકભાઇ ભાલારાએ મને વાત કરેલ કે ગઇ કાલ તા. 14/10/2026 ના સાંજના સવા સાતેક વાગ્યાના અરસામા રિફાઇનરી ખાતે કામ કરતા વર્કર બાબુભાઇ બચુભાઇ કાકડીયાનો તુષારભાઈ વલ્લભભાઇ સાવલિયાને ફોન આવેલ અને વાત કરેલ કે પંદરેક મિનીટ બાદ કોઇ માણસને રીફાઇનરી ખાતે મોકલો રિફાઇન સોનાના અલગ અલગ વજનના ઢાળીયા જેનુ વજન આશરે 946 ગ્રામ કિ.રૂૂ. આશરે 1,48,90,000 તથા રિફાઇન ચાંદીનો ડસ્ટ પાવડરની પ્લાસ્ટીકની કોથળી વજન આશરે 2(બે) કીલો જેની કિ.રૂૂ. આશરે 4,30,000 મળી કુલ રિફાઇન સોના-ચાંદીની કુલ કિ.રૂૂ. 1,53,20,000/-નો સોના ચાંદીનો માલ તૈયાર થયેલ છે જેથી આશરે સાડા સાતેક વાગ્યાના અરસામા તુષારભાઇ સાવલીયાએ ભાગીદાર હરેશભાઇ સરધારાના ભાઇજીના દિકરા લાલજીભાઇ લવજીભાઇ સરધારાને કંપની ખાતેથી સિક્યુરીટી ગાર્ડ બાવનજી બાબુજી પઢીયાર સાથે એક્ટિવા મો.સા. રજી નંબર જીજે-03-એલએફ-0169 વાળુ લઇને રીફાઇનરી ખાતે મોકલેલ હતા બાદ સાંજના આઠેક વાગ્યાના અરસામા રાજભાઇ ભાલારા અને મયુરભાઇ લીંબાસીયા ઓફીસમાં બેઠેલ હતા તે વખતે મયુરભાઇ લિંબાસીયાને હિતેષભાઇ સરધારાનો ફોન આવેલ કે લાલાભાઇ(લાલજીભાઇ સરધારા) ઉપર રીફાઇનરી ખાતે ફાયરીંગ થયેલ છે તેવુ ફોન મા કહેતા તુરત જ રાજભાઇ ભાલારા અને મયુરભાઇ લીંબાસીયા રીફાઇનરી ખાતે ગયેલ અને ત્યા લાલજીભાઇ સરધારા રોડની સાઇડ પર ઢળી ગયેલ હાલતમા હતા અને મયુરભાઇ લિંબાસિયા અને હિતેષભાઈ સરધારા તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે મધુરમ હોસ્પિટલ ખાતે લઇ ગયેલ હતા અને ત્યારે રાજભાઈ ભાલારા તથા કંપનીની કેન્ટિનના મેનેજર અનીલભાઇ કથીરીયા તથા સીકયુરીટી ગાર્ડ બાવનજી બાબુજી પઢીયાર તથા અન્ય માણસો હાજર હતા અને સકયુરીટી ગાર્ડ બાવનજી બાબુજી પઢીયારએ રાજભાઇ ભાલારાને વાત કરેલ કે લાલજીભાઇ સોના-ચાંદીનુ બેગ લઇને રિફાઇનરીના ગેઇટ બહાર નિકળેલ ત્યારે બે અજાણ્યા માણસો લાલજીભાઇ સાથે ઝપાઝપી કરતા હોય ત્યારે સિક્યુરીટી ગાર્ડ બાવનજી બાબુજી પઢીયાર દોડીને લાલજીભાઈને બચાવવા જતા તેમાથી એક અજાણ્યા માણસ જેને સફેદ કલરનો શર્ટ પહેરેલ હતો તેને પોતાની પાસેથી હથીયાર કાઢી લાલજીભાઈ ઉપર ફાયરીગ કરતા લાલજીભાઇ નીચે પડી જતા લાલજીભાઇ પાસે રહેલ થેલો લુટીને બન્ને અજાણ્યા માણસો મરૂૂન કલરની ટાટા કંપની ટીગોર કારમા બેસી ગયેલ અને ત્યારે બાવનજી બાબુજી પઢીયાર નાઓએ કારમા જોતા કારમાં બીજા બે અજાણ્યા માણસો પણ બેઠા હતા અને તેઓ તે ગાડી હંકારી ભાગી ગયા હતા આ આખી વાત મને રાજભાઇ અશોકભાઇ ભાલારાએ મધુરમ હોસ્પીટલ ખાતે કરેલ હતી અને બાદમાં ચાલુ સારવાર દરમ્યાન લાલજીભાઇ સરધારાનુ સારવાર દરમીયા મોત થયું હતું.

બનાવની જાણ થતા પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા સહિતના અધિકરીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા પુછપરછમાં જાણવા મળ્યું કે, રૂૂ.1,53કરોડની સોના-ચાંદીની લુંટમાં માલ થેલામાં રાખી બહાર નિકળેલ ત્યારે બે અજાણ્યા માણસો લાલજીભાઈ પાસે રહેલ સોના ચાંદી ભરેલો થેલો છીનવતા લાલજીભાઇ તથા સિક્યુરીટી ગાર્ડ બાવનજી બાબુજી પઢીયાર નાઓએ પ્રતીકાર કરતા તેમાંથી એક અજાણ્યા માણસે જેણે સફેદ કલરનો શર્ટ પહેરેલ તેણે પોતાની પાસેથી હથીયાર કાઢી લાલજીભાઇ ઉપર ફાયરીંગ કરી ઇજા પહોંચાડી સોના ચાંદી ભરેલા થેલાની લુંટ કરી મરૂૂન કલરની ટાટા કંપનીની ટીગોર ગાડીમા બેસી જે ગાડીમા અન્ય બે અજાણ્યા માણસો સાથે મળી ગાડી લઇ ભાગી ગયેલ હોય રાજકોટ પોલીસે લુંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલવા રાજકોટ શહેરની અલગ અલગ 50 ટીમો કામે લગાડી હતી.

આ લુંટ ચલાવનાર ટોળકીને રાજસ્થાન પોલીસની મદદ થી દબોચી લેવામાં આવી હતી.પોલીસ તપાસમાં જનાવ મળ્યું કે, વારાણસીનો લંકેશ અને અનુરાગ બન્ને ત્રણ વર્ષ સુધી પેઢીમાં નોકરી કરતા હતો અને ચાર મહિના પહેલાં લંકેશને પેઢીના માલિક સાથે માથાકૂટ થઈ હતી અને નોકરી છોડીને ચાલ્યો ગયો હતો. આ માહિતીને આધરે પોલીસે તપાસ શરૂૂ કરી અને એનો મોબાઈલ ટ્રેક કર્યો તો લૂંટ પહેલાં ચોટીલા હોવાનું ધ્યાને આવ્યું. ત્યારબાદ કડીઓ જોડતી ગઈ. કુલ 10 આરોપીઓએ મળીને લૂંટ કરી. તમામ આરોપીઓ પકડાઈ ચૂક્યા છે.લૂંટ માટે જે ગાડી વપરાઈ એ મધ્યપ્રદેશના મઉની છેશર્મા નામના એક વ્યક્તિના નામે નોંધાયેલી છે. બીજી એક ગાડી કિયા સોનેટ જેમાં લૂંટનો મુદ્દામાલ રાખવામાં આવ્યો હતો એ કારની માહિતી પણ મળી હતી જેના આધારે લૂંટ કરીને 7 કલાકમાં સિરોહી સુધી પહોંચી ગયા હતા. હત્યા થઈ જતાં ડરના માર્યે ગાડી જબરદસ્ત સ્પીડે ચલાવી હતી. જોકે રાજકોટ પોલીસ આરોપીઓથી બે કદમ આગળ વિચારી રહી હતી.ઉદયપુર પોલીસની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સરળતા રહી.

રાજકોટ પોલીસે પીછો કરી રાજસ્થાનથી સાત અને મોરબીના સામખીયાળી પાસેથી બે એમ કુલ 9 શખ્સોને ઝડપી લીધા હતા. તન્વી ગોલ્ડના બે પૂર્વે કમર્ચારી છુટા થયા બાદ લુંટનો પ્લાન બનાવ્યો હતો વારાણસીની પંડિત ગેંગ સાથે મળી મિરઝાપુર વેબ સીરીઝ સ્ટાઈલ થી લુંટને અંજામ આપ્યો હતો. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, ડીસીપી ઝોન-1 હેતલ પટેલ, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમની સુચનાથી પી.આઈ એ.એસ.ચાવડા,એમ.એલ.ડામોર,સી.એચ.જાદવ સાથે પીએસઆઈ ડી.પી.ઝાલા, એ.એન.પરમાર, વી.ડી.ડોડીયા, વી.ડી.રાવલીયા, એસ.એમ.રાણા એલસીબી ઝોન-1ના પીએસઆઇ એમ.કે. મોવલિયા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.