Site icon Gujarat Mirror

જામનગરના વૃંદાવન પાર્કમાંથી જુગાર રમતાં 8 મહિલાઓ ઝડપાઇ

જામનગરના વૃંદાવન સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા આઠ મહિલાને પોલીસે ઝડપી લીધા હતા. અને રૂૂ.12,910 ની રોકડ કબજે કરી હતી. જ્યારે ધ્રોળમાંથી જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલા 6 પતાપ્રેમી પકડાયા છે.

જામનગર ના સીટી એ. ડીવી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર એન.એ.ચાવડા ની સુચનાથી સ્ટાફ પેટ્રોલિંગ માં હતો ત્યારે બાતમી મળી હતી કે જામનગર જડેશ્વર પાર્ક મેઇન ચોક આગળ વૃંદાવન સોસાયટી -1 ,શેરી નં 3 મા જાહેરમા અમુક મહીલાઓ ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરે છે.આથી પોલીસે દરોડો પાડ્યો હતો. અને ચેતનાબેન રાકેશભાઇ સિરોદરા ( રહે. રણજીતસાગર રોડ વૃંદાવન સોસાયટી -01 શેરી નં 3 પટેલ પાર્ક પાસે ) મનીષાબેન વિજયભાઇ ચુડાસમા (રહે. પટેલ કોલોની શેરી નં 9 ) , કિરણ દિપકભાઇ ગીરનારી (રહે. બસ સ્ટેશન પાસે ફીશરીસ ક્વાર્ટર નં 3 ) , હેતલબેન નરેશભાઇ સોલંકી (રહે. જમનાદાસ વકીલ વાળી શેરી ભુતીયા શેરી અવેડીયા મામા મંદીર રોડ ) , કિરણ રાજેશભાઇ સોલંકી (રહે. જમનાદાસ વકીલ વાળી શેરી ભુતીયા શેરી અવેડીયા મામા મંદીર રોડ ) વર્ષાબા રધુવીરસિંહ ગોહિલ (રહે. રણજીત સાગર રોડ મયુર ટાઉન શીપ શેરી નં 4 ) સોનલબેન યોગેશભાઇ ભુડીયા (રહે. શ્રી હિંગળાજ માતાના મંદીર સામે ખારવા ચકલો સેંટ્રલ બેંક રોડ ) જોષનાબેન અમુતલાલ પોપટ ( રહે. રણજીતનગર પ્રણામી સ્કુલ પાસે જલારામ ની ઝુપડી ત્રણ માળીયા ) ને ઝડપી લઈ તેઓ પાસે થી રૂૂ.12,910 ની રોકડ કબજે લેવામાં આવી હતી.

જામનગર જિલ્લાના ધ્રોળમાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા સોહીલ અલારખાભાઈ ખીરા, અકબર જુમાભાઈ અખાણી, ઉમર અહમદભાઈ અખાણી, મામદ હુસેનભાઈ સૈયદ, હારુન ઈબ્રાહીમભાઇ આમરાણીયા અને હનીફ કાસમભાઈ ઊઢેજાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂૂપિયા 16,150 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

Exit mobile version