Site icon Gujarat Mirror

કાલાવડના ટોડા ગામમાં ખોડિયાર અને રામદેવપીર મંદિરમાં તસ્કરો ત્રાટક્યા

મંદિરનો સીસીટીવી કેમેરો તોડી નાખ્યો: રામદેવપીરના મંદિરમાંથી રૂ. 2,000 ના પરચુરણ સાથેની દાન પેટી ઉઠાવી ગયા

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિર તેમજ બાજુમાં આવેલા રામદેવપીરના મંદિરને ગત 26મી તારીખે રાત્રિના સમયે કોઈ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા.
સૌ પ્રથમ મંદિરને બહાર લગાડવામાં આવેલો સીસીટીવી કેમેરો તોડી નાખી તેના બોક્સને નુકસાન પહોંચાડ્યું હતું, જોકે માતાજીના મંદિરમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.

ત્યારબાદ બાજુમાં જ આવેલા રામદેવપીરના મંદિરમાં ઘૂસી જઇ અંદર રહેલી દાન પેટી કે જેમાં આશરે 2,000 રૂૂપિયા નું પરચુરણ હતું, જે પરચુરણ સહિતની દાન પેટીની ચોરી કરીને લઈ ગયા હતા.
ચોરીના આ બનાવ પરેશભાઈ બાબુભાઈ પટેલે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને તસ્કરો ને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.

રિક્ષા ચાલકનો આપઘાત
જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક પાઠક ફળી વિસ્તારમાં રહેતાં એક રીક્ષા ચાલકે પોતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી અને પુત્રની બુલેટ ખરીદવાની માંગણી સંતોષી નહીં શકતાં ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પંચેશ્વરટાવર નજીક પાઠક ફળી માં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા નિલેશ બચુભાઈ સૂચક નામના 57 વર્ષના રીક્ષા ચાલકે ગઈકાલે પોતાના ઘેર માકદ મારવાની ઝેરી દવા પી લેતાં બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું છે.

મૃતક રીક્ષા ચાલક ના પુત્ર ધવલને બુલેટ ખરીદવું હતું, પરંતુ તેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પુત્રને બુલેટ લેવા બાબતે ના પાડી હતી, અને પુત્ર સાથે અવારનવાર આ બાબતે બોલાચાલી અને ઝઘડો થતો હતો. તેથી તેને મનમાં લાગી આવતાં ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવ અંગે મૃતક ના પત્ની ખ્યાતિબેન નિલેશભાઈ સુચકે પોલીસને જાણ કરતાં સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version