Site icon Gujarat Mirror

કુખ્યાત બૂટલેગર હર્ષદ મહાજન સહિત જુગાર રમતા 8 ઝડપાયા

શહેરમાં અલગ અલગ 3 સ્થળોએ પોલીસે જુગારના દરોડા પાડી કુખ્યાત બૂટલેગર હર્ષદ મહાજન સહિત આઠ શખ્સોને પતા ટીંચતા ઝડપી લીધા હતા. પોલીસે હાથીખાના, બેડીનાકા અને બસ સ્ટેન્ડ પાસે દરોડા પાડ્યા હતા.

જાણવા મળતી વિગત મુજબ એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એસ.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ હેડકોન્સ્ટેલ કરણ વીરસોડીયા, કનુભાઇ બસીયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમ્યાન હાથીખાના શેરી નં.7માં બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા કુખ્યાત બૂટલેગર હર્ષદ માણેકલાલ માંડલિયા ઉર્ફે મહાજન (રહે. કેવડાવાડી શેરી નં.15), ઇમરાન જાહીદભાઇ સમા (રહે. રામનાથપરા)અને અકરમ સલીમભાઇ કંડીયા (રહે.હાથીખાના શેરી નં.17)ને ઝડપી લઇ પટમાંથી રૂા.7830ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ એમ.બી.જાડેજા, હેડ.કોન્સ. સંજય ચૌહાણ સહિતના સ્ટાફે બાતમીના આધારે બેડીનાકા ટાવર પાસે રાણીમાં રૂડીમાં મંદિર પાસે જુગાર રમતા અમીત લાલજીભાઇ આડેસર અને કિશન દિલીપભાઇ સોલંકીને ઝડપી લઇ પટમાંથી રૂા.460ની રોકડ કબજે કરી હતી. જયારે અન્ય એક શખ્સ દરોડા દરમ્યાન નાશી છૂટતા તેની શોધખોળ હાથ ધરી છે.

જયારે ત્રીજા દરોડામાં બસ સ્ટેન્ડ પાસે ફૂટપાર્થ પર જાહેરમાં જુગાર રમતા મુકેશ કિશોરભાઇ દાવડા, ફિરોજ અબ્દુલભાઇ મીનીવાડીયા અને સાગર વિજયભાઇ સોજીત્રાને ઝડપી લઇ પટમાંથી રૂા.1380ની રોડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version