શહેરના હિંગળાજનગર આવાસ યોજના કવાર્ટરમાં પિતાની હત્યા નીપજાવવાના ગુનામાં અદાલતે હત્યારા પુત્રને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અવાર-નવાર પૈસાની માંગણી કરતા પિતાને પુત્રએ દિવાલમાં માથુ ભટકાડી ઢીમ ઢાળી દીધુ હતું.
આ કેસની વિગત મુજબ હિંગળાજ નગર આવાસ યોજનાના ક્વાર્ટર નંબર અ 502 માં રહેતા મનિષાબેન વજુભાઈ ચોટલીયા એ પોતાના દીકરા રવિ વજુભાઈ ચોટલીયા દ્વારા તેના પિતા અને ફરિયાદીના પતિ વજુભાઈ ભાણજીભાઈ ચોટલીયા ને ઝઘડો કરી અવારનવાર ગુજરનાર પૈસા માગતા હોય જેથી બનાવના દિવસે આરોપીએ એકદમ ઉશ્કેરાઈ જય ફરિયાદીના પતિ એટલે કે ગુજરનારને ટીકા પાટુ વડે માર મારી માથું દીવાલ સાથે પકડીને જોર જોરથી ભટકાડતા તેમજ મોઢા ઉપર આડેધડ પાટા વડે માર મારતા અવાજ થતા આડોશી પાડોશીઓ ભેગા થઈ જતા તેઓને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા અને ત્યાં ડોક્ટર દ્વારા તેઓને મરણ ગયેલ હોવાનું જાહેર થયેલ આ કામમાં નામદાર કોર્ટ દ્વારા આરોપી સામે આઇપીસી કલમ 302 તેમજ 201 મુજબ ના ગુના સબબ ચાર્જ ફ્રેમ કરવામાં આવેલ હતો અને ત્યારબાદ સરકાર તરફે કુલ 21 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવેલ હતા સરકારી વકીલ કમલેશભાઈ ડોડીયા દ્વારા ધારદાર દલીલો કરવામાં આવેલ હતી.
સરકાર તરફે રજૂ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ સાહેદ ઓ ની નામદાર કોર્ટ રૂૂબરૂૂ ની જુબાની ઓ તેમજ સરકારી વકીલ કમલેશભાઈ ડોડીયાની ધારદાર દલીલો માન્ય રાખી રાજકોટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જે આર શાહ સાહેબ દ્વારા આરોપીને તકસીરવાન ઠરાવી 5 વર્ષની સખત કેદની સજા તેમજ રૂૂપિયા 5000 દંડ અને રૂૂપિયા 5000 દંડ ન ભરે તો વધુ 1 માસ ની સજાની હુકમ કરેલ છે આ કામે સરકાર તરફે સરકારી વકીલ કમલેશભાઈ ડોડીયા દ્વારા કેસ ચલાવવામાં આવેલ તેમજ સહાયક ઉર્વી આચાર્ય રોકાયેલ હતા.

