શાપર-વેરાવળ-ગોંડલમાંથી 797 બોટલ દારૂ ઝડપાયો

રાજકોટ જિલ્લાના શાપર (વેરાવળ), કોટડાસાંગાણી અને ગોંડલ પંથકમા પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન ચેકિંગ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને મળેલી…

રાજકોટ જિલ્લાના શાપર (વેરાવળ), કોટડાસાંગાણી અને ગોંડલ પંથકમા પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન ચેકિંગ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે અલગ-અલગ વિસ્તારોમાં કુલ ચાર સફળ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન 797 બોટલ વિદેશી દારૂૂનો મોટો જથ્થો તેમજ સી.એન.જી. રિક્ષા, મોબાઈલ ફોન સહિત કુલ રૂૂ. 4,90,668 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે અને સંડોવાયેલા મહિલા સહીત 6 શખ્સોને ઝડપી લીધા હતા જયારે ત્રણ શખ્સો ફરાર થઇ ગયા હતા.

પ્રથમ દરોડામાં શાપર-વેરાવળમાં ’શ્રી ગણેશ ઇન્ડસ્ટ્રીઝ’ પર દરોડો શાપર (વેરાવળ) વિસ્તારમાં આવેલા બંસીધર ઇન્ડસ્ટ્રીઝ ઝોન-4 માં આવેલા ’શ્રી ગણેશ ઇન્ડસ્ટ્રીઝ’ નામના કારખાનામાં પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન કારખાનામાંથી નીલેશ રમેશભાઈ ધામેલિયા (રહે. શાપર, પરફેક્ટ હોટેલ પાછળ), સુરેશભાઈ ચકાભાઈ ઉર્ફે જઠાભાઈ વાજેલિયા (રહે. શાપર, ગંગા ફોર્જિંગ ગેઇટની અંદર) અને કિશન પ્રેમજીભાઈ સોલંકી (રહે. શાપર, વચ્છરાજ ડેરી સામે)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપી ઓના કબજામાંથી સી. એન. જી. રિક્ષા નં. જીજે-03-બીયુ-4477 માં પાસ-પરમિટ વગર વહન કરવામાં આવતી વિદેશી દારૂૂની નંગ-154 બોટલ દારુ કિંમત રૂૂ. 1,05,644 તેમજ રિક્ષા અને ત્રણ મળી કુલ રૂૂ. 2,00,644 નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજો દરોડો ગોંડલના મોવીયા ગામે મકાનમાં પાડવામાં આવ્યો હતો, ગોંડલ તાલુકાના મોવીયા ગામે રહેતા સરિતાબેન જેન્તીભાઈ દેવજીભાઈ પરમારના મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો.તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ મકાનમાંથી ઇંગ્લિશ દારૂૂની 180 એમ.એલ.ની કુલ 414 બોટલો કિંમત રૂૂ. 70,664 તથા બે મોબાઇલ ફોન મળી કુલ રૂૂ. 85,664 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

ત્રીજા દરોડામાં ગોંડલ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં કોલેજ ચોક પાસે જાગૃતિ સ્કૂલની સામે રહેતા સુખપાલ ઉર્ફે સંજુ રવિદત શર્માના કબજામાંથી વિદેશી દારૂૂ પકડાયો છે. પોલીસે આરોપી પાસેથી 750 એમ.એલ.ની કંપની સીલપેક વિદેશી દારૂૂની બોટલ નંગ-12 કિંમત રૂૂ. 11,080 નો જથ્થો વેચાણ અર્થે રાખેલો ઝડપી લીધો હતો. ચોથો દરોડો ગોંડલ આશાપુરા ચોકડી સિદ્ધાર્થનગર વિસ્તારમાં પાડ્યો હતો. આશાપુરા ચોકડી નજીક સિદ્ધાર્થનગર ગરબી ચોક ખાતે રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ મકાનના માલિક પૃથ્વીરાજસિંહ જનકસિંહ પરમારના મકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-217 કિંમત રૂૂ. 99,275 અને એક મોબાઇલ ફોન મળી કુલ રૂૂ. 1,04,275નો મુદ્દામાલ મળી આવ્યો હતો, દરોડામાં અન્ય સહઆરોપીઓ કુલદીપસિંહ ઉર્ફે કાનો જીતેન્દ્રસિંહ જાડેજા (રહે. ખરેડા, તા. કોટડાસાંગાણી) અને પ્રદીપસિંહ ગિરીરાજસિંહ રાયજાદા (રહે. રૂૂપાવટી, તા. ગોંડલ) હાજર નહીં મળી આવતા તેમને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા માટેના તજવીજ હાથ ધરવામાં આવી છે.