ગુજરાત

7500 શિક્ષકોની ભરતીની જાહેરાત

Published

on

વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્રકળા અને સંગીતના શિક્ષકોની ભરતી થશે

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 7500 શિક્ષણ સહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા રાજ્ય સરકાર શાળાઓમાં શિક્ષકની ખાલી જગ્યાઓ પૂરી કરવાનો ઈરાદો ધરાવે છે. ભરતીમાં સમાવેશ થયેલા વિષયોમાં સાક્ષરી વિષયો ઉપરાંત વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્રકળા અને સંગીત જેવા વિષયોનો પણ સમાવેશ થાય છે.


આ ભરતી માટે શાળા મંડળો દ્વારા ભલામણ કરવામાં આવેલી લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
આ પહેલા ટેટ 1 અને ટેટ 2 પાસ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતીને લઇને સરકારે તૈયારીઓ શરૂૂ કરી દીધી છે. આશરે 10 હજારથી વધુ જગ્યાઓ પર પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ધોરણ 1 થી 5 અને 6 થી 8 માટે કરાશે શિક્ષકોની કાયમી ભરતી કરાશે. આજે સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત થાય એવી શક્યતા છે.


હવે ગુજરાત સરકારે રાજ્યમાં મોટાભાગે શિક્ષકોની કાયમી ભરતી કરવાનું નક્કી કરી લીધું છે. એટલું જ નહીં કાયમી શિક્ષકોની ભરતી માટે ગુજરાત સરકારે પ્લાન પણ તૈયાર કરી દીધો છે. હાલ તેને લઇને અંતિમ તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ પ્રવાસી શિક્ષકની યોજના રદ કરી એના સ્થાને બે ગણા પગાર વધારા સાથે જ્ઞાન સહાયક યોજના લાગુ કરાઈ અને એ મુજબ ભરતી પ્રક્રિયા પણ હાથ ધરાઈ હતી.


આ વખતે એક સાથે 10 હજાર જેટલી જગ્યાઓ પર પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. થોડા સમય પહેલાં મળેલી કેબિનેટમાં પણ આ મુદ્દે વિગતવાર ચર્ચા અને પરામર્શ કરવામાં આવ્યો હતો.ગુજરાત સરકાર દ્વારા પહેલીવાર એક સાથે આટલાં બધા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ભરતી કરવામાં આવશે. ટેટ 2 પાસ ઉમેદવારોની ભરતી વધુ થવાની શક્યતા રહેલી છે. જ્યારે ટેટ 1 પાસ કરનારા ઉમેદવારોની સંખ્યા ઘણી ઓછી હોવાથી ભરતી ઓછી થશે. અગાઉ પણ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો નિર્ણય લીધો હતો. રાજ્યમાં સરકારે ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારની ભરતી કરવાની જગ્યાએ સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતાં વિરોધ કરવામાં આવ્યો હતો. શિક્ષકોની ભરતી કરવાની માંગણી સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version