રાષ્ટ્રીય

74ના ગૂંગળામણથી મોત, 15ના માથામાં ફેક્ચર; હાથરસના હતભાગીઓનો PM રીપોર્ટ

Published

on

31 મહિલાની પાંસળીઓ તુટીને હૃદય-ફેફ્સામાં ઘૂસી ગઇ, મૃતદેહોના કાન, નાક, મોઢામાં પણ કાદવ હતો


યુપીના હાથરસમાં સત્સંગ બાદ થયેલી નાસભાગમાં અત્યારસુધીમાં 123 લોકોનાં મોત થયાં છે, જેમાંથી 74નાં મોત ગૂંગળામણને કારણે થયાં છે. નાસભાગમાં જમીન પર પડી ગયેલી મહિલાઓ અને બાળકો કચડાઈ ગયાં હતાં અને ફરી ઊભાં પણ ન થઈ શક્યાં. 31 મહિલાના મૃતદેહ એવા હતા કે તેમની પાંસળીઓ તૂટીને હૃદય અને ફેફસાંમાં ઘૂસી ગઈ હતી. 15 લોકોનાં માથાં અને ડોકનાં હાડકાં તૂટી ગયાં હતાં, જેના કારણે તેમનાં મોત થયાં હતાં. મૃતદેહોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. જે મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે પહોંચ્યા તેમના શરીર પર માત્ર માટી જ ચોંટેલી હતી. કાન, નાક અને મોઢામાં પણ કાદવ હતો.


મૃત્યુ પામેલાઓમાં લગભગ 113 મહિલાઓ હતી. 7 બાળકો અને 3 પુરુષો છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ, નાસભાગ પછી મહિલાઓ પડી ગઈ હતી, પરંતુ તે ફરીથી ભીડ સાથે ઊભા રહેવા માટે પૂરતી તાકાત એકત્ર કરી શકી ન હતી. ભીડ તેમની ઉપરથી પસાર થતી રહી. આ જ કારણ છે કે મોટાભાગની મહિલાઓના શરીરમાં તૂટેલાં હાડકાં જોવા મળે છે.


નાસભાગમાં 123 લોકોનાં મોત થયા હતા. આ મૃતદેહોને હાથરસની સાથે અલીગઢ, આગ્રા અને એટામાં મોકલવામાં આવ્યા હતા. 24 કલાકમાં 120 લોકોના પોસ્ટમોર્ટમ કરાયા. એકની ઓળખ થઈ શકી નથી. તેથી જ તેનું પોસ્ટમોર્ટમ થયું ન હતું. બે મૃતદેહોને તેમનાં પરિવારજનો પોસ્ટમોર્ટમ કર્યા વિના લઈ ગયા હતા.
અલીગઢમાં દુર્ઘટનાના 6 કલાક બાદ પ્રથમ મૃતદેહ અહીં પહોંચ્યો હતો. થોડા કલાકોમાં 38 મૃતદેહો આવ્યા. તેમાંથી 35 મહિલાઓ, 2 બાળકો અને 1 પુરુષનો મૃતદેહ હતો. એક મૃતદેહ તેનાં પરિવારજનો પોસ્ટમોર્ટમ કર્યા વગર લઈ ગયાં હતાં. અહીં 37 લોકોના રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં 10 લોકોના શ્વાસ રૂૂંધાવાથી મોત થયા હતા. 19 મૃતદેહો એવા હતા જેમની પાંસળીઓ તૂટી ગઈ હતી અને શરીરની અંદરના અન્ય ભાગોમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે તેનું મોત થયું હતું. 8 મૃતદેહો એવા હતા જેમના માથા અને ગરદનનાં હાડકાં તૂટેલાં મળી આવ્યાં હતાં.


આગ્રાની એસએન મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ માટે 21 મહિલાઓના મૃતદેહ લાવવામાં આવ્યા હતા. ડીએમઓ ડો. અરુણ શ્રીવાસ્તવે કહ્યું- 15 લોકોનાં મોત ગૂંગળામણને કારણે થયાં છે. તેમની છાતીમાં લોહી ભરાયેલું જોવા મળ્યું હતું.


તેમના શરીર પર માત્ર માટી હતી
.
3 લોકોને માથાના ભાગે ઊંડી ઈજાઓ થઈ હતી. 3 લોકો એવા હતા જેમની પાંસળી તૂટીને હૃદય અને ફેફસાંમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે તેમનું મોત થયું હતું.


નાસભાગ બાદ હાથરસની જિલ્લા હોસ્પિટલમાં મૃતદેહોનો ઢગલો થઈ ગયો હતો. સીએમઓ ડો.મનજિત સિંહે તરત જ ડોક્ટરોની એક પેનલ બનાવી. જેમણે સારવાર અને પોસ્ટમોર્ટમની જવાબદારી લીધી હતી. અહીં 34 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાંથી 22 મહિલાઓની છાતીમાં લોહી ભરાયેલું જોવા મળ્યું હતું. તેમાંથી મોટાભાગના લોકોના કાન, નાક અને મોઢામાં માટી હતી. 8 લોકોની છાતીનાં હાડકાં તૂટીને અન્ય અંગોમાં ઘૂસી ગયાં હતાં.


એટાના પોસ્ટમોર્ટમ હાઉસમાં 28 મૃતદેહો લાવવામાં આવ્યા હતા. તેમાંથી 27નું પોસ્ટમોર્ટમ થઈ શક્યું. 1નું પોસ્ટમોર્ટમ થાય તે પહેલાં જ પરિવાર મૃતદેહ ઘરે લઈ ગયો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, તમામ 27 લોકોનાં મોત શ્વાસ રૂંધાવાથી થયા છે.

બાબાના રૂમમાં માત્ર રૂપાળી છોકરીઓને જ એન્ટ્રી

121 લોકોનો ભોગ લેનાર હાથરસ કાંડમાં રહસ્યો ખુલી રહ્યાં છે જેના સત્સંગમાં આટલી મોટી સંખ્યામાં મોત થયાં તે બાબા ભોલે ઉર્ફ નારાયણ સાકાર હરી ઉર્ફ સુરજપાલનો હતો. દુર્ઘટના બાદ ભોલે બાબા ફરાર છે અને હવે તેના રહસ્યો સામે આવી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર, બાબા હંમેશા સફેદ કપડા પહેરતા હતા અને તેની રુમમાં ફક્ત રુપાળી છોકરીઓને જ એન્ટ્રી મળતી, કાસગંજ જિલ્લાના બહાદુર નગર ગામના એક દલિત પરિવારમાંથી આવે છે જે નાસભાગ બાદ બાબાના ગામની મુલાકાત લેનાર એક પોલીસ અધિકારીએ ખુલાસો કર્યો કે ભોલે બાબાએ લગભગ એક દાયકા સુધી પોલીસ ફોર્સમાં સેવા આપ્યા બાદ નોકરી છોડી દીધી હતી. તેમની છેલ્લી પોસ્ટિંગ આગ્રામાં હતી તે પણ જાણવા મળે છે કે સૂરજ પાલ સિંહ પરિણીત છે અને તેમને કોઈ સંતાન નથી. પોલીસ ફોર્સ છોડ્યા પછી, તેણે પોતાનું નામ બદલીને ભોલે બાબા રાખ્યું. જ્યારે તેમની પત્ની માતાશ્રી તરીકે ઓળખાય છે. ભોલે બાબા લક્ઝરી કારનો પણ શૌખીન હોવાનું કહેવાય છે. તેના કાફલામાં ઘણી મોંઘી કાર છે અને વખતોવખત નવી નવી ખરીદતો રહે છે. ભોલે બાબા સામે યૌન શૌષણ સહિત 5 કેસ નોંધાયેલા છે. યુપી પોલીસમાં હેડ કોન્સ્ટેબલની નોકરી દરમિયાન 28 વર્ષ પહેલા બાબા ઈટાવામાં તહેનાત હતા.
નોકરી વખતે રેપનો કેસ નોંધાતાં ભોલે બાબાને

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version