Site icon Gujarat Mirror

દાસી જીવણપરામાં 70 વર્ષના દાદીનું ગળુ દબાવી નશાખોર પૌત્રની મારી નાખવાની ધમકી

લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલા દાસી જીવણપરા માં રહેતા લક્ષ્મીબેન રામજીભાઈ મુછડીયા(ઉ.70)ને તેમના પૌત્ર મહેશ ભનુભાઈ મુછડીયા(રહે.વ્રજભૂમિ એપાર્ટમેન્ટ,લક્ષ્મીનગર મેઈન રોડ)એ ગળું પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી સીસીટીવી કેમેરા તોડી નુકશાન કરતા માલવીયા પોલીસમાં ફરિયાદ કરતા હેડકોન્સ્ટેબલ ડી.પી.બગડા તપાસ ચલાવી રહ્યા છે.

લક્ષ્મીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હુ સાંજના આશરે સવા ચારેક વાગ્યાની આસપાસ હું તથા મારા ઘરના સભ્યો ઘરે હાજર હતા ત્યારે મારા દીકરા ભનુભાઇ રામજીભાઈ મુછડીયાનો દીકરો મહેશ ભનુભાઇ મુછડીયા નાશાની હાલતમાં આવેલ અને મારા ઘરની ડેલી પાસે લોખંડનો પાઇપ લઈ ને આવીને ડેલા સાથે લોખંડનો પાઈપ ભટકાડીને અને પછી મારા ઘરની બહાર લગાવેલ સી.સી.ટી.વી. કેમેરા તોડવાનો પ્રયાસ કરેલ હતો અને સી.સી.ટી.વી. નહી તુટતા આ મહેશ મારા ઘરની સામે આવેલ વ્રજ ભુમી એપાર્ટમેન્ટમાં ગયેલ અને ત્યાથી ખુરચી લાવી અને ખુરશી નિચે રાખી અને તેના પર ચડીને મારા ઘરની બહાર લગાવેલ સી.સી.ટી.વી કેમેરા માં તોડ-ફોડ કરેલ હતી.

બાદ આ મહેશ મારા ઘરમાં આવી અને મને જોઈ જતા મારી પાસે આવેલ અને મારી સાથે બોલા ચાલી અને ઝઘડો કરવા લાગેલ અને મારી ગરદન પકડી લીધેલ અને મને કહેલ કે,આજ તો તને મારી જ નાખવી તથા મને લોખંડનો પાઇપ મારી દીધેલ જેનાથી મને મુંઢ ઇજા થઈ હતી અને મને થપ્પડ પણ મારી દીધેલ હતી.બાદ આ મહેશ વ્રજ ભુમી એપાર્ટમેન્ટમાં ભુપતભાઈ પાસે જતો રહેલ હતો, અને તે સમય દરમિયાન મારા બીજા દીકરા હર્ષદભાઇ રામજીભાઇ મુછડીયાનો દીકરો મિલન આવી જતા આ મિલને 181 નંબર ફોન કરતા પોલીસ આવી ગયેલ અને પોલીસ માલવીયા પોલીસ મથકે જઇ મહેશ સામે ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version