શહેરના રૈયારોડ પર જીવંતિકાનગરમાં રહેતા માનસિક બિમાર મહિલાએ કેરોસીન છાંટી જાત જલાવી લેતા પેટના ભાગે દાઝી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગત મુજબ રૈયારોડ પર જીવંતિકાનગર શેરી નં.1/3માં રહેતા ભારતીબેન રાજેન્દ્રભાઇ ચૌહાણ (ઉ.વ.45)નામના મહિલા આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે જાતે સાડી પર કેરોસીન છાટી સાડીનો છેડો ચૂલામાં નાખી જાત જલાવી લેતા તેઓ પેટના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ભારતીબેનના પતિ દરજી કામ કરતા હોવાનુ અને ભારતીબેનને છેલ્લા છ વર્ષથી માનસિક બિમારી હોય જેની દવા પણ ચાલુ છે. માનસિક બિમારીના કારણે આ પગલું ભર્યાનુ પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ મહિલાનુ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

