બ્લિન્કીટમાંથી 600 કિલો વાસી શાકભાજી-ફ્રૂટ મળ્યું, શ્રીનાથજીના મરચા-જીરૂના સેમ્પલ ફેઇલ

આંખ મીચીને આંધળો વિશ્વાસ રાખીને ઓનલાઇન શોપિંગ કરતા પહેલા ચેતવુ પડે તેવી વધુ એક હકિકત સતાવાર રીતે સામે આવી છે. રાજકોટના સાધુ વાસવાણી રોડ પર…

આંખ મીચીને આંધળો વિશ્વાસ રાખીને ઓનલાઇન શોપિંગ કરતા પહેલા ચેતવુ પડે તેવી વધુ એક હકિકત સતાવાર રીતે સામે આવી છે. રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલા બ્લિન્કીટના ગોડાઉનમાં મનપાની ફૂડ શાખાએ દરોડો પાડતા ત્યાથી કોથળા મોઢે 600 કિલોથી વધુ સડેલુ, વાસી શાકભાજી અને ફ્રુટ મળી આવ્યુ હતુ. જ્યારે વિજય પ્લોટ-18માં આવેલી શ્રીનાથજી ટ્રેડર્સ નામની પેઢીમાંથી થોડા દિવસ પહેલા લેવાયેલા મરચા પાઉડર અને ધાણાજીરૂૂ પાઉડરના નમુના ફેઇલ થયા છે. બન્ને મસાલામાં આરોગ્યને નુકસાન થાય તેવા ધાતક સિન્થેટિક ડાઇ કલરની ભેળસેળ હોવાનું ખુલતા શ્રીનાથજી ટ્રેડર્સ પેઢી સામે ફોજદારી કેસ દાખલ કરવા મનપાએ તજવીજ હાથ ધરી છે.

શહેરના સાધુ વાસવાણી રોડ પર રાજપેલેસ ચોક પાસે ઓલા હરિનગરમાં આઇકોન-2 કોમ્પ્લેક્સમાં બ્લિન્કીટના ગોડાઉનમાં મનપાની ફૂડ શાખાએ ચેકીંગ કર્યુ હતુ. ચેકીંગ દરમિયાન અંદાજીત 596 સલ લેબલ વગરનો સપ્લાયર કે ઉત્પાદનની વિગતો તેમજ યુઝ બાય ડેટ દર્શાવ્યા વગર નો પડતર વાસી શાકભાજી તથા ફ્રુટનો જથ્થો મળી આવ્યો હતો. આ તમામ શાકભાી અને ફ્રુટ મનપાના ટીપર વાન દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. બ્લિન્કીટ કંપનીને હાઈજેનિક કન્ડિશન તથા સ્ટોરેજ બાબતે નોટિસ આપી રૂૂ.10,000નો દંડ વસુલ કરાયો હતો.

જ્યારે “શ્રીનાથજી ટ્રેડર્સ”(વિજય પ્લોટ-18, જય ખોડિયાર)માંથી લેવામાં આવેલ લાલ મરચાં અને ધાણાજીરૂૂ પાવડર (લૂઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં પ્રતિબંધિત COLOURING MATTER તરીકેPINK ORANGE COLOURED NON PERMITTED OIL SOLUBLE સિન્થેટીક ડાઈઝ ની હાજરી મળી આવેલ હોય-અનસેફ ફૂડ તથા MICROSCOPICAL EXAMINATION OF THE SAMPLE SHOWS THE PRESENCE OF CHARACTERISTIC DEBRIS OF CHILLIES MIXED WITH PLENTY OF MAIZE STARCH તપાસમાં જોવા મળેલ હોય-સબસ્ટાન્ડર્ડ આવેલ હોવાથી નમૂનો ફેઇલ થયો હતો. જ્યારે
ધાણાજીરું પાવડર (લૂઝ)માં COLOURING MATTER તરીકે NON PERMITTED OIL SOLUBLE YELLOW BLUE COLOURED સિન્થેટીક ડાઈઝની હાજરી મળી આવેલ હોય નમુનો ફેઇલ થયો હતો. શ્રીનાથજી ટ્રેડર્સ સામે ફોજદારી ગુનો દાખલ કરવા મનપાએ તજવીજ હાથ ધરી છે.

હરિવંદના કોલેજની કેન્ટિન, અડધો ડઝન હોસ્ટેલના રસોડામાંથી મળ્યુ વાસી ફૂડ
પ્રમુખમ ઢોસા હબ (વ્રજલીલા રેસ્ટોરન્ટ)(ડાઉન ટાઉન રેસ્ટ્રો કાફેની બાજુમાં, નહેરુનગર સોસાયટી મેઇન રોડ, નાના મવા રોડ), દેવી મદ્રાસ કાફે(ઓસ્કાર સિટી શોપ નં.-5 ગ્રા. ફ્લોર, સાધુ વાસવાણી રોડ), રોહિતભાઈ મથુરભાઈ વઘાસિયા: (હરિકૃષ્ણ ઈલેક્ટ્રીક, લક્ષ્મીનગર-2, લક્ષ્મીનગર મેઇન રોડ), હરિવંદના કોલેજ કેન્ટીન(મુંજકા રોડ, મુંજકા, રાજકોટ. વાસી/પડતર 2સલ ચટણી તથા 1 સલ મરચું નાશ કરેલ), દ્વારકેશ હોસ્ટેલ, ઓમ ગર્લ્સ પી.જી., અર્ચિવ ગર્લ્સ હોસ્ટેલ, શ્રી બોયઝ હોસ્ટેલ, સુવિધા ગર્લ્સ હોસ્ટેલ: રામપર્ક મેઇન રોડ, કાલાવડ રોડ, ” આત્મીય ગર્લ્સ હોસ્ટેલ, કોઠારી સુપર માર્કેટ(રૈયાધાર રોડ), ” સંતોષી બેકરી(150 ફૂટ રિંગ રોડ, રામપીર ચોકડી નજીક), રાજુ દાળ પકવાન(રામપીર ચોકડી), શ્રીજી વડાપાઉં(રામપીર ચોકડી નજીક), જય દ્વારકાધીશ હોટેલ(રામપીર ચોકડી), દેવજીવન હોટલ(રામપીર ચોકડી) સહિત 48 પેઢીમાં ચેકીંગ કરવામા આવતા વાસી ફૂડનો જંગી જથ્થો નાશ કરવામા આવ્યો હતો.