ગુજરાત

BZ ગ્રૂપના 6000 કરોડના કૌભાંડમાં 6 આરોપી જેલહવાલે, સૂત્રધાર મયુર બે દિવસ રિમાન્ડમાં

Published

on

BZ ગ્રૂપના રૂૂપિયા 6000 કરોડ કૌભાંડમાં સીઆઈડી કાઈમે સાત આરોપીની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય એજન્ટ મયુર દરજી સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલાનો સાળો થાય છે. કરોડોના કૌભાંડમાં સાળા બનેવીની મુખ્ય ભૂમિકા બહાર આવી છે. ઈઈંઉ કાઈમે ઝડપેલા સાત આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી મયુર દરજીના રિમાન્ડ માગતા અમદાવાદ સામ્ય કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.જયારે બાકીના છ આરોપીને સાબરમતી જેલમાં મોકલી આપ્યા છે.


ઉલ્લેખનીય છે કે, ઇણ. ગ્રૂપ દ્વારા 18 ટકા વ્યાજ સહિતની લાલચ આપી લોકો પાસેથી 6000 કરોડ રૂૂપિયા ઉઘરાવ્યા છે. BZ ગ્રૂપના બે એકાઉન્ટમાં 175 કરોડ રૂૂપિયાના વ્યવહાર પણ સીઆઈડી ક્રાઈમને તપાસ દરમ્યાન મળી આવ્યા છે.


લોકોને ઊંચા વ્યાજની લાલચ આપી 6000 કરોડ રૂૂપિવાનું કૌભાંડ આચરવાના કેસમાં સીઆઈડી ક્રાઈમે મધુર દરજી, વિશાલસિંહ ઝાલા, દિલીપ સોગંઠી, આશીક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ અને રણવીરસિંહ ચૌહાણની પરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. સીઆઈડી ક્રાઈમે સૂત્રધાર મપૂર દરજીના દસ દિવસના રિમાન માગવામાં આવ્યા હતા. મુખ્ય સરકારી વકીલ પ્રવીણ બિવેડીએ કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી મપૂર ભીઝેડ ગ્રૂપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાળા સાથે રહી માલપુર માહ કો પાસેથી રોકાણ કરાવતો હતો.


મયૂરે બીઝેડ ગ્રૂપમાંથી એક ફોર્ચ્યુનર ગાડી તથા નાણાકીય લાભ મેળવ્યો છે તેની તપાસ કરવાની છે. આરોપી મયૂર દરજીએ લોકોને રોકાણ કરાવી નાણા પડાવ્યા છે અને તેમાંથી કઈ કઈ મિલકત વસાવી છે. આરોપી સાથે સંડોવાયેલ અન્ય આરોપીઓના શું-શું રોલ છે, તેની તપાસ કરવા માટે રિમાન્ડ અરજી ગ્રાહ્ય રાખવી જોઈએ. ત્યારબાદ કોર્ટે આરોપીને બે દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.


તપાસ એજન્સીએ ગુરુવારે સાંજના સમયે ઝાલાનગરમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના ઘર આગળથી ત્રણ વૈભવી કાર જપ્ત કરી હતી. કરોડો રૂૂપિયાની કિંમતની મર્સિડીઝ, પોર્સ અને વોલ્વો કાર જપ્ત કરી હતી. સીઆઈડી કાઈમે BZ ગ્રૂપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલા અને મળતીયાઓ તેમજ એજન્ટો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂૂ કરી દીધી છે. દરમ્યાન ભૂપેન્દ્રસિંહ ઝાલા ભુગર્ભમાં ઉતરી ગયો હોવાના અહેવાલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version