મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં યુવકને ચાર શખ્સોએ રસ્તામા રોકી અપહરણ ધોક્કા અને પટ્ટાથી બેરહેમીથી માર મારી રૂૂપિયા 37 હજારની લુંટ ચલાવી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા પ્રકાશભાઈ ગોવિંદભાઈ શેરસીયાએ (ઉ.વ.35) એ આરોપી અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાના કામ સબબ રંગપર ગામે જતા હતા ત્યારે રસ્તામા મજુર માટે દેશી દારૂૂ લેવા માટે રોકાયેલ ત્યા અજાણ્યા એક્ટીવા મોટર સાયકલ પર આવેલ બે ઇસમ તથા એક સી.એન.જી ઓટો રીક્ષામા આવેલ બે અજાણ્યા બે ઇસમો એમ કુલ ચાર ઇસમોએ ફરીયાદીને અહીયા કેમ ઉભો છો ? તેમ કહી ઝઘડો કરી મારમારી સી.એન.જી રીક્ષામા બેસાડી અપહરણ કરી રેંજ સિરામીક કારખાના પાછળ લઇ જઇ લાકડાના ધોક્કા તથા કમરના પહેરવાના પટ્ટાથી માર મારી શરીરે મુંઢ ઇજાઓ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી પાસે રહેલ રોકડ આશરે રૂૂ.35,000/- તથા સેમસંગ કંપનીનો મોબાઇલ આશરે કિ.રૂૂ.2000/- નો મળી કુલ કિ.રૂૂ.37 000/- ની લુટ કરી ચલાવી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
