ગુજરાત

વેરાવળ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન બ્લોકના કારણે કાલથી ડાઇવર્ટ કરાયેલ રૂટ પર દોડશે

Published

on

પશ્ચિમ મધ્ય રેલવે જબલપુર ડિવિઝનના કટની-બીના સેક્શન વચ્ચે એન્જિનિયરિંગના કામ માટે લેવાયેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના વેરાવળ સ્ટેશનથી ચાલવા વાળી વેરાવલ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન (11465) અને જબલપુરથી ચાલતી જબલપુર-વેરાવલ એક્સપ્રેસ ટ્રેન (11466) ડાયવર્ટ કરેલા રૂૂટ પર ચાલશે.


ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર રવીશકુમારના જણાવ્યા મુજબ, વેરાવળ સ્ટેશનથી 30.11.2024 અને 02.12.2024 ના રોજ ચાલવા વાળી વેરાવલ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન (11465) તેના નિર્ધારિત રૂૂટ ભોપાલ-બીના જં.-કટની મુરવારા-જબલપુર ને બદલે ડાયવર્ટેડ રૂૂટ ભોપાલ-ઈટારસી જંક્શન-જબલપુર થઈને ચાલશે.


એ જ રીતે જબલપુરથી 02.122024 અને 06.12.2024ના રોજ ચાલવા વાળી જબલપુર-વેરાવલ એક્સપ્રેસ ટ્રેન (11466) તેના નિર્ધારિત રૂૂટ જબલપુર-કટની મુરવારા-બીના જં.-ભોપાલ ને બદલે ડાયવર્ટેડ રૂૂટ જબલપુર-ઈટારસી જંક્શન-ભોપાલ થઈને ચાલશે.


રેલવે પ્રશાસન મુસાફરોને થવા વાળી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે. રેલ્વે મુસાફરો આ ટ્રેનના ઓપરેટિંગ સમય અને સ્ટોપેજને લગતા નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટwww.enquiry. indianrail.gov.in ના અવલોકન કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version