ગુજરાત

લોકોની કમાણી ચાઉં કરતા 56421 મોબાઇલ નંબર કાયમ માટે બંધ

Published

on

ડિજિટલ પેમેન્ટનો આગ્રહ રાખવો તે સારી બાબત છે પરંતુ ટેકનોલોજીનો દુરુપયોગ કરીને સાયબર ગઠિયાઓ નાગરિકોની પરસેવાની કમાણી ગણતરીની મિનિટોમાં ચાઉં કરી જતા હોય છે. આવા કિસ્સા રોજબરોજ પોલીસ ચોપડે નોંધાતા આવ્યા છે. આવા સંજોગોમાં નાગિરકોને સુરક્ષા મળી રહે તે માટે CIDએ શંકાસ્પદ વ્યવહારોવાળા 56421 મોબાઈલ નંબરોને કાયમી ધોરણે બંધ કરાવ્યા છે.
CIDએ સાયબર ફ્રોડથી અને તેમાંય આર્થિક નુકસાની થાય તેવા કિસ્સાઓને અટકવવા મોબાઈલ નંબરોને બંધ કરાવી દીધા છે. ભવિષ્યમાં સાયબર ગુના આચરતા આરોપીઓ બીજી વખત જે-તે મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકશે નહીં.
સ્ટેટ સાયબર ક્રાઈમે જે મોબાઈલ નંબરો થકી વારંવાર છેતરપિંડી આચરવામાં આવતી હતી તેવા ઘણા નંબરોનો ડેટા બેંક બનાવી હતી. તે માહિતી સબંધિત વિભાગને મોકલી આપીને તે તમામ મોબાઈલ નંબરોને કાયમી ધોરણે બ્લોક કરાવી દીધા છે. કેન્દ્ર સરકારના ટેલિકોમ વિભાગે સમગ્ર દેશભરમાંથી 70 લાખ મોબાઈલ નંબરોને બંધ કરાવી દીધા છે.
ગાંધીનગર ખાતે કર્મયોગી ભવન અને રાજ્ય પોલીસ ભવનમાં કાર્યરત સ્ટેટ સાયબર ક્રાઈમના અધિકારીઓ દ્વારા સમાયંતરે જાગૃતિ અંગેના કેમ્પ યોજવામાં આવે છે. કોલેજો અને સ્કૂલોમાં સાયબર અવેરનેસ અંગેના કાર્યક્રમો કરવામાં આવે છે. કેવી રીતે સાયબર ક્રાઈમના ગુના બનતા હોય છે અને સાવચેતી માટેના શું પ્રયોજન કરી શકાય છે તેની માહિતી પૂરી પાડવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version