ધો.9ની છાત્રાને 56 વર્ષના શિક્ષકે પ્રેમજાળમાં ફસાવી

રાજકોટ શહેરના પેડક રોડ વિસ્તારમાં આવેલી મુરલીધર સ્કૂલ સાથે સંકળાયેલા એક કોમ્પ્યુટર શિક્ષક સામે ધોરણ-9માં અભ્યાસ કરતી નાબાલિક વિદ્યાર્થીની સાથે અયોગ્ય રીતે સંપર્ક કેળવી તેને…

રાજકોટ શહેરના પેડક રોડ વિસ્તારમાં આવેલી મુરલીધર સ્કૂલ સાથે સંકળાયેલા એક કોમ્પ્યુટર શિક્ષક સામે ધોરણ-9માં અભ્યાસ કરતી નાબાલિક વિદ્યાર્થીની સાથે અયોગ્ય રીતે સંપર્ક કેળવી તેને પ્રેમજાળમાં ફસાવ્યાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર ઘટનાની વિગતો સામે આવતા વાલીઓમાં ચિંતા સાથે શાળાઓમાં બાળકોની સુરક્ષા અને શિક્ષકોની જવાબદારી અંગે કોંગ્રેસ પ્રવકતા રોહિત રાજપૂતે અનેક સવાલો ઉઠાવ્યા છે.
મળતી માહિતી મુજબ 56 વર્ષના શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીના પરિવારના એક સભ્યના મોબાઇલ પર મેસેજ કરવામાં આવ્યો હતો અને બાદમાં તે મેસેજ ડિલીટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનો દ્વારા આ અંગે શાળા સંચાલનનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં આશરે 15 દિવસ બાદ વિદ્યાર્થીનીના પિતાને શંકા જતા શાળાની બેગની તપાસ કરવામાં આવી હતી. જેમાં શિક્ષક સાથેના કથિત સંદેશાવ્યવહાર સંબંધિત પત્રો મળી આવતા સમગ્ર મામલો સામે આવ્યો હોવાના આક્ષેપો છે.

સમગ્ર મામલો બહાર આવ્યા બાદ શાળા સંચાલન દ્વારા કાયદેસર કાર્યવાહી કરાવવાને બદલે મામલો શાળાની અંદર જ સમેટી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંચાલક દ્વારા પરિવારને દીકરીની બદનામી ન થાય તે માટે મામલો ભૂલી જવા સમજાવવામાં આવ્યો હોવાના પણ આક્ષેપો છે. બીજી તરફ, સંબંધિત શિક્ષકને શાળામાંથી દૂર કરવામાં આવ્યો હોવાનું સંચાલક દ્વારા વાલીને જણાવાયું હોવાનું જાણવા મળે છે. જોકે, શિક્ષક સામે કાયદેસર ફરિયાદ થઈ છે કે નહીં, સમગ્ર ઘટનાની પોલીસ તપાસ થઈ છે કે નહીં અને શાળા સંચાલન દ્વારા આ મામલે સત્તાવાર રીતે શું કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે સ્પષ્ટતા જરૂૂરી બની છે.

આક્ષેપો બાદ સંબંધિત શિક્ષક છેલ્લા કેટલાક દિવસથી શાળામાં હાજર ન હોવાની માહિતી સામે આવી રહી છે. જો નાબાલિક સાથે અયોગ્ય સંપર્ક અથવા જાતીય હેરાનગતિ સંબંધિત તથ્યો તપાસમાં સામે આવે તો મામલો અત્યંત ગંભીર બની શકે છે. ઙઘઈજઘ કાયદા હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને ‘બાળક’ તરીકે ગણવામાં આવે છે અને કાયદામાં બાળકો વિરુદ્ધ જાતીય ગુનાઓ અંગે ખાસ જોગવાઈઓ છે.

સૌથી મોટો સવાલ એ છે કે વાલીઓ પોતાના સંતાનોને વિશ્વાસપૂર્વક શાળાની જવાબદારી સોંપે છે ત્યારે શાળા સંચાલન દ્વારા શિક્ષકોની ભરતી, તેમની પૃષ્ઠભૂમિ અને બાળકો સાથેના વર્તન અંગે પૂરતી દેખરેખ રાખવામાં આવે છે કે નહીં? આ મામલે પરિવાર સામાજિક અને કૌટુંબિક દબાણને કારણે કાયદેસર કાર્યવાહીથી દૂર રહેતો હોય તો બાળકના હિતને કેન્દ્રમાં રાખીને યોગ્ય કાઉન્સેલિંગ અને કાનૂની માર્ગદર્શન જરૂૂરી છે. ઙઘઈજઘ હેઠળ ગુનાની જાણ થાય ત્યારે રિપોર્ટિંગ સંબંધિત કાનૂની જોગવાઈઓ પણ છે.

શિક્ષક અને શાળા સંચાલકોની ભૂમિકાની તપાસ જરૂરી : રાજપૂત
કોંગ્રેસના પ્રવકતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ હતુ કે, શિક્ષણના મંદિરમાં નાબાલિક દીકરીની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવાશે નહીં. શિક્ષક સામેના આ ગંભીર આક્ષેપોની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જો આક્ષેપો સાચા સાબિત થાય તો POCSO સહિત લાગુ કાયદા હેઠળ કડક કાર્યવાહી થવી જોઈએ. મામલો દબાવવાનો કે ‘ભૂલી જાવ’ કહીને સમેટવાનો કોઈપણ પ્રયાસ અત્યંત ગંભીર બાબત ગણાશે. વાલીઓ પોતાના સંતાનોને શાળાના ભરોસે મોકલે છે ત્યારે વિદ્યાર્થીનીની સુરક્ષાની પ્રથમ જવાબદારી શાળા સંચાલનની છે. આવા બનાવોમાં માત્ર શિક્ષકને શાળામાંથી દૂર કરી દેવાથી જવાબદારી પૂરી થતી નથી; સમગ્ર ઘટનામાં સંચાલનની ભૂમિકા પણ તપાસવી જરૂૂરી છે. વિદ્યાર્થીનીની ઓળખ અને ગોપનીયતા જાળવીને દીકરીને ન્યાય મળે અને અન્ય બાળકોની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે હું વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે આ મામલે અવાજ ઉઠાવીશ.