તિરૂપતિ લાડુ પ્રસાદમાં પામ ઓઇલ: સુકૃતિ ફુડસના પ્રમોટરની ધરપકડ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તિરુપતિ લાડુ પ્રસાદમ બનાવવા માટે વપરાતા ઘીમાં કથિત ભેળસેળ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ’સુકૃતિ ફૂડ્સ’ના પ્રમોટર કૈલાશ ચંદ મંગલાની ધરપકડ…

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તિરુપતિ લાડુ પ્રસાદમ બનાવવા માટે વપરાતા ઘીમાં કથિત ભેળસેળ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ’સુકૃતિ ફૂડ્સ’ના પ્રમોટર કૈલાશ ચંદ મંગલાની ધરપકડ કરી છે. એજન્સીએ જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ને ’એગમાર્ક સ્પેશિયલ ગ્રેડ ગાયનું ઘી’ તરીકે જે ઘી પૂરું પાડવામાં આવ્યું હતું, તે કથિત રીતે રિફાઈન્ડ પામ ઓઈલ, પામ કર્નલ ઓઈલ, પામોલિન અને વિવિધ રસાયણોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું.

એક નિવેદનમાં, કેન્દ્રીય એજન્સીએ જણાવ્યું હતું કે TTD ઘી ભેળસેળ કેસના સંબંધમાં 17 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદ સ્થિત કાર્યાલય દ્વારા મંગલાને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ઇડીએ જણાવ્યું કે બાદમાં તેમને વિશાખાપટ્ટનમની ’પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ’ (PMLA) હેઠળની વિશેષ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જ્યુડિશિયલ કસ્ટડી (ન્યાયિક કસ્ટડી) માં મોકલી દેવામાં આવ્યા હતા.
એજન્સીના જણાવ્યા અનુસાર, તિરુપતિ લાડુ પ્રસાદમ માટે કથિત રીતે વપરાયેલું ભેળસેળયુક્ત ઘી રિફાઈન્ડ પામ ઓઈલ, પામ કર્નલ ઓઈલ, પામોલિન અને MG-90, મોનોગ્લિસરાઈડ્સ, માયવાસેટ સોફ્ટ 400 (Myvacet Soft 400) અને એસિટિક એસિડ એસ્ટર જેવા રસાયણોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું.

આરોપ છે કે ત્યારબાદ આ ઘી TTD ને ’એગમાર્ક સ્પેશિયલ ગ્રેડ ગાયનું ઘી’ તરીકે પૂરું પાડવામાં આવ્યું હતું.
EDએ દાવો કર્યો હતો કે 2019 અને 2024 વચ્ચે TTDને કરવામાં આવેલો ઘીનો કથિત છેતરપિંડીપૂર્ણ પુરવઠો 230 કરોડ રૂૂપિયાનો હતો અને મંગલા દ્વારા 96 કરોડ રૂૂપિયાનું ભેળસેળયુક્ત ઘી બનાવવામાં આવ્યું હતું.