રાજકોટમાં 12 સેન્ટરમાં 5330 છાત્રો આપશે નીટની પરીક્ષા, કેન્દ્રીય ટીમના ધામા

આવતીકાલે રાજકોટ શહેરમાં યોજાનારી રી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. રાજકોટમાં કુલ 12 સેન્ટરો ખાતે આ પરીક્ષાનું…

આવતીકાલે રાજકોટ શહેરમાં યોજાનારી રી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષાને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. રાજકોટમાં કુલ 12 સેન્ટરો ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 5330 વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીની મહત્વની ગણાતી આ પરીક્ષા આપશે.

પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ 12 પરીક્ષા સેન્ટરો પરથી સીધું લાઈવ બ્રોડકાસ્ટિંગ કરવામાં આવશે, જેથી કલેક્ટર કચેરી ખાતેથી દરેક ગતિવિધિ પર સીધી નજર રાખી શકાય. દરેક સેન્ટર પર ડીસીએમ અધિકારીઓ અને નોડલ અધિકારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે કેન્દ્ર અધિકારીઓની ખાસ ટીમ પણ નિરીક્ષણ માટે આવી પહોંચશે.

કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે પરીક્ષાની ગરિમા જળવાય તે રીતે તમામ વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરી લેવી. વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પાણી, પ્રકાશ અને બેઠક વ્યવસ્થાની ચકાસણી માટે નોડલ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. આ વર્ષે ટેકનોલોજી અને સુરક્ષાના સમન્વય સાથે તંત્રએ “ઝીરો ટોલરન્સ” ની નીતિ અપનાવી છે.

રાજકોટના આ 12 કેન્દ્રો પર યોજાશે પરીક્ષા જેમાં એ. વી. પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ,એચ. એલ. ગાંધી વિદ્યાવિહાર,જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજ,કલ્યાણ હાઇસ્કૂલ,એમ. જે. કુંડલિયા આર્ટ્સ એન્ડ કોમર્સ મહિલા કોલેજ,પી. ડી. માલવિયા કોલેજ ઓફ કોમર્સ,પીએમ કેન્દ્રીય વિદ્યાલય રાજકોટ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી – ક્ધવેન્શનલ બિલ્ડિંગ,ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ,એમ. જી. અને એસ. જી. બરદાનવાલા ક્ધયા વિદ્યાલય,સરદાર પટેલ વિદ્યા મંદિર,મતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલ સહિતની સ્કૂલો સમવશે થઇ છે.