ગુજરાત

રાંદરડા તળાવ ડેવલપમેન્ટ માટે સાગર નગરના 500 મકાનો તોડી પડાશે

Published

on

15 કરોડના પ્રથમ ફેઈઝના કામનો ટૂંક સમયમાં થશે પ્રારંભ, સરકારના રિપોર્ટની જોવાતી રાહ

પ્રોજેક્ટના સેક્ધડ ફેઈઝના કામમાં આઈકોનિક બ્રિજ, ગાર્ડન, રોડ-રસ્તા સહિતના અગત્યના પ્રોજેક્ટ હાથ ધરાશે

રાજકોટ શહેરના રડિયામણા સ્થળોમાં વધારો કરવા માટે મહાનગરપાલિકા દ્વારા આજી રિવરફ્રન્ટ અને રાંદરડા તળાવ ડેવલપમેન્ટ હાથ ઉપર લીધો છે. જે અંતર્ગત રાંદરડા તળાવનું બ્યુટીફીકેશન કરી ફરવા લાયક સ્થળ બનાવવા અગાઉ ડિઝાઈન સહિતનું કામ કરવામાં આવ્યું હતું. પરંતુ તળાવની આજુબાજુમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી સમયસર ન થતાં આ પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવેલ જે હવે મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈએ હાથ પર લઈ ફેઝ-1ના 15 કરોડના ડેવલોપમેન્ટ કામ માટે ટેન્ડર સહિતની પ્રક્રિયા કરવાની સુચના આપી છે. અને રાંદરડા તળાવ ડેવલપમેન્ટ માટે સરકાર પાસે મંજુરી માંગવામાં આવે જેના રિપોર્ટની હાલ રાહ જોવાતી હોય ટુંક સમયમાં રાંદરડા તળાવ ડેવલપનું કામ શરૂ કરાશે અને બાજુમાં આવેલા સાગર નગરના 500થી વધુ ગેરકાયદેસર મકાનોનું ડિમોલેશન હાથ ધરાશે. તેમ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.


મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈએ જણાવેલ કે, રાજકોટ શહેરની મધ્યમાં એક કુદરતી તળાવ આવેલ છે જે શહેરનું સદભાગ્ય કહેવાય આ તળાવ ફરવા લાયક સ્થળ બનાવવા માટે અગાઉ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેનું ડેવલપમેન્ટ માટે સરકાર પાસે મંજુરી માંગવામાં આવે ત્યારે સરકાર દ્વારા આ સ્થળ કુદરતી રીતે રહે અને કોંક્રીટનું કામ ઓછામાં ઓછુ થાય તેવું જણાવવામાં આવેલ. રાંદરડા તળાવ ડેવલપમેન્ટનુ કામ બે ફેઝમાં કરવામાં આવશે. જેના માટે તળાવની આજુબાજુ થયેલા ઝુપડા, મકાનો સહિતના દબાણો દૂર કરવામાં આવશે.


જેમાં મુખ્ય રીતે તળાવના વિસ્તારોમાં ઉભુ થઈ ગયેલ સાગર નગર વિસ્તારના 500થી વધુ મકાનો ગેરકાયદેસર હોય તમામ મકાનો તોડી પાડવામાં આવશે. અને રૂા. 15 કરોડના ખર્ચે પ્રથમ ફેઈઝનુંકામ શરૂકરાશે. સાગર નગરના 500થી વધુ મકાનોના ડિમોલેશન માટે અગાઉ નોટીસ અપાઈ ગઈ છે. આથી લગભગ મોટાભાગના દબાણો ખાલી થઈ ચુક્યા છે. છતાં છેલ્લી નોટીસ આપી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષો પહેલા રાંદરડા તળાવની બાજુમાં આવેલ પ્રદ્યુમન પાર્ક ઝુ માટે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવેલ ત્યારે હિંસક અથડામણો થઈ હતી. આથી પુરતા બંદોબસ્ત સાથે ડિમોલેશન કરાશે. તેમ મ્યુનિસિપલક મિશનરે જણાવ્યું હતું.


રાંદરડા ડેવલોપમેન્ટમાં પ્રથમ ફેઝના કામમાં તળાવની આજુબાજુના દબાણો દૂર કરી ગ્રીનરી તેમજ ગાર્ડન અને રોડ રસ્તા સહિતના કામો હાથ ધરાશે. ત્યાર બાદ ફેઝ ટુમાં રાંદરડા તળાવ ઉપર આઈકોનીક બ્રીજ બનાવવા સહિતના કામો શરૂ થશે. હાલ રાંદરડા તળાવમાં બોટીંગ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ સરકારની મંજુરી લીધા બાદ બોટીંગની સુવિધા પણ શરૂ કરવામાં આવશે.

અસરગ્રસ્તોને મળશે આવાસ
રાંદરડા તળાવ ડેવલોપમેન્ટ માટે આજુબાજુના દબાણો દૂર કરવાનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. જેમાં સૌથી વદુ દબાણો સાગર નગરમાં હોવાથી આ વિસ્તારના 500થી વધુ મકાનો તોડી પાડવા માટે નોટીસ અપાઈ છે. પરંતુ આ વિસ્તારમાં રહેતા અને કાયદેસર મકાન હોય તેવા અસરગ્રસ્તોને આવાસ અથવા વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવશે. જ્યારે ગેરકાયદેસર રીતે થઈ ગયેલા બાંધકામો સામે કોઈપણ જાતની સહાય આપવામાં નહીં આવે તેમ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version