Site icon Gujarat Mirror

રાજકોટમાં મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 45 ઘરભેગા, 23 રિપીટ

ભાજપે અનેક પૂર્વ કોર્પોરેટરોને ઘેર બેસાડી દીધા, 50 નવા ચહેરાઓને સ્થાન, બેનાં વોર્ડ બદલાયા

વોર્ડના સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ ફાળવવાના નિયમનો પણ ઉલાળિયો

 

રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકના ભાજપના ઉમેદવારોની યાદી લાંબા સસ્પેન્સ બાદ ગઈકાલે મોડી સાંજે જાહેર કરવામાં આવી હતી અને ગત ટર્મના 68 કોર્પોરેટર્સ પૈકી પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન જયમીન ઠાકર, સુરેન્દ્રસિંહ વાળા, ભાનુબેન બાબરીયા, ડો.દર્શિતાબેન શાહ, દેવાંગ માંકડ, નેહલ શુકલ, વિનુ ધવા, પુષ્કર પટેલ સહિતના 45ના પત્તા કપાયા છે જ્યારે 23ને રિપીટ કરાયા છે તો હિરેન ખીમાણીયા તથા મિતલબેન લાઠીયાના વોર્ડ બદલાયા છે. ત્રણ પૂર્વ કોર્પોરેટરો રાજુભાઈ અઘેરા, અંજનાબેન મોરજરીયા તથા અશ્ર્વિન ભોરાણીયાને ટિકીટ અપાઈ છે. પૂર્વ કોર્પોરેટર જીતુ કટોડીયાને બદલે તેના પત્નીને ટિકીટ આપી છે. તો ખુન કેસમાં જામીન ઉપર છુટેલા મૌલીક પરમારને વોર્ડ નં.15માં ટિકીટ અપાઈ છે. જો કે સ્થાનિક વોર્ડના ઉમેદવારને જ ટિકીટ આપવાના નિયમનો રાજકોટમાં ઉલાળીયો કરી દેવામાં આવ્યો છે.

ભાજપે આ વખતે 72 બેઠકો ઉપર 49 નવા ચહેરાને તક આપી છે અને 23ને રીપીટ કર્યા છે. જેમાં છેલ્લી ઘડીએ નવાવોર્ડ નં.7ના નવા ઉમેદવાર શૈલેષ જાનીને કાપીને પૂર્વ કોર્પોરેટર નેહલ શુકલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ટિકીટની લાઈનમાં રહેલા અનેક નેતાઓના સંતાનોને પણ ભાજપે ટિકીટ આપી નથી. આજે બપોરે વિજય મુહૂર્તમાં ભાજપના તમામ ઉમેદવારોએ ઉમેદવારી પત્રકો ભર્યા હતાં. ત્યારે કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો.

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી એ રાજકોટના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવતી ઉમેદવારોની યાદી અંતિમ ઘડીએ જાહેર કરી દીધી છે. કુલ 18 વોર્ડના 72 ઉમેદવારોની આ યાદી ફોર્મ ભરવાની અંતિમ તારીખના એક દિવસ પહેલાં પ્રકાશિત કરવામાં આવી છે. આ યાદીમાં પૂર્વ મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને દંડક સહિતના ઘણા વર્તમાન અને ભૂતપૂર્વ મહાનગરપાલિકાના હોદ્દેદારોને પડતા મૂકવામાં આવ્યા છે, જે ભાજપની નો-રીપીટ થિયરીનો સ્પષ્ટ સંકેત આપે છે.

પૂર્વ મેયર નૈના પેઢળિયા, વોર્ડ નંબર બે ના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, અને દંડકને ટિકિટ ફાળવવામાં આવી નથી. જયમીન ઠાકરના નામને લઈને ભૂતકાળમાં અનેક વિવાદો અને ફરિયાદો થઈ હતી, જે કદાચ તેમના પત્તુ કપાવાનું એક કારણ હોઈ શકે છે. આનાથી વિપરીત, રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાને વોર્ડ નંબર ત્રણમાંથી રિપીટ કરવામાં આવ્યા છે. પૂર્વ મેયર પ્રદીપ ડવને પણ રિપીટ કરાયા છે, કારણ કે તેઓ ગત ટર્મમાં પાંચ વર્ષ મેયર રહી ચૂક્યા છે.

વોર્ડ નંબર 18 માં ભાજપ માટે મુશ્કેલ મનાતા સંજયસિંહ રાણા અને ભારતીબેન પરસાણાને રિપીટ કરવામાં આવ્યા છે, સાથે જ દક્ષાબેન વાઘેલા અને સંજય સાગઠિયાના નામો પર પણ મહોર મારવામાં આવી છે. યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન ઉપપ્રમુખ કિશન ટીલવાને વોર્ડ નંબર 12 માંથી ટિકિટ મળી છે, જે યુવા ચહેરાને તક આપવાના સંકેત આપે છે. વોર્ડ નંબર 13 માં અઇટઙ અને યુવા મોર્ચાના કાર્યકર્તા મોહિતસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે, જેમાં સંઘના પ્રભાવની ચર્ચા છે. વોર્ડ નંબર 14 માં કેતન પટેલને રિપીટ કરાયા છે.

ભાજપે અનેક મોટા નામોના પત્તા કાપીને નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. વર્ષોથી વોર્ડ નંબર સાતમાં પ્રભુત્વ ધરાવતા શુક્લ પરિવાર, જેમાં કશ્યપ શુક્લ અને નેહલ શુક્લનો સમાવેશ થાય છે, તેમને ટિકિટ આપવામાં આવી નથી. તેની જગ્યાએ શિક્ષણવિદ્ શૈલેષભાઈ જાનીને તક મળી હતી પરંતુ છેલ્લી ઘડીએ નેહલ શુકલને મેન્ડેટ ફાળવી દેવાયો છે. આંતરિક ખેંચતાણ છતાં પાર્ટીએ એક સંતુલિત યાદી જાહેર કરી છે, જેમાં અનુભવી અને યુવા નેતાઓનું મિશ્રણ જોવા મળે છે. ઉમેદવારો હવે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવા માટે ભાજપ કાર્યાલય ખાતે તૈયારીઓ કરી રહ્યા છે.

મહાનગર પાલિકા વોર્ડ અને ઉમેદવારની માહિતી
વોર્ડ નંબર 1: અંજના અલ્પેશ મોરઝરીયા, સેજલબેન અમીતરાજ ચૌધરી, જયરાજસિંહ ગજુભા જાડેજા, પરેશ ઠાકર
વોર્ડ નંબર 2: દક્ષાબેન નીતીનકુમાર વાઘેલા, મીનાબા અજયસિંહ જાડેજા, ડો. શૈલેષ રવજીભાઇ વસાણી, ધૈર્ય પારેખ
વોર્ડ નંબર 3: અલ્પાબેન દિપકભાઇ દવે, હિનાબેન નવીનભાઇ બેલાણી, અજય હરેશભાઈ મજેઠીયા, નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજા
વોર્ડ નંબર 4: કંકુબેન કાનાભાઇ ઉધરેજા, રાજેશ્વરીબેન મહેશભાઇ માલવીયા, ભરતભાઇ જેસાભાઈ લીંબાસીયા, કાળુભાઇ દેવદાનભાઇ કુગશીયા
વોર્ડ નંબર 5: રસીલાબેન પ્રવિક્ભાઇ સાકરીયા, સ્મિતાબેન ગોહેલ, સંજયભાઇ અરૂૂણભાઇ ચાવડા, દિલીપભાઈ લુણાગરીયા
વોર્ડ નંબર 6: ધર્મિષ્ઠાબેન નાનજીભાઇ પરમાર, પૂનમબેન મોરવાડીયા, અનિલભાઈ શરદકુમાર ચૌહાણ, પરેશભાઈ રમેશભાઈ પીપળીયા
વોર્ડ નંબર 7: ખ્યાતિબેન કિરીટભાઈ ગોહેલ, વર્ષાબેન પાંઘી, દર્શન હરેશભાઇ પેગ્યાતર, નેહલ શુકલ
વોર્ડ નંબર 8: કિરણબેન મહેશકુમાર માંકડિયા, રીટાબેન મનજીભાઇ સખીયા, પ્રવિણ ભીખુભાઈ સેગલીયા, મનીષભાઇ ભટ્ટ
વોર્ડ નંબર 9: જાનકીબેન જીતુભાઈ કાટોળિયા, દક્ષાબેન ભરતભાઈ વસાણી, રાજુભાઇ વાલજીભાઇ અઘેરા, જયસુખ મગનભાઇ કાથરોટિયા
વોર્ડ નંબર 10: નીતાબેન કમલેશભાઇ લાલ, જ્યોત્સનાબેન ટીલાળા, ઘનશ્યામભાઇ હેરભા આહીર, અશ્વિનભાઈ પરસોત્તમભાઈ ભોરણીયા
વોર્ડ નંબર 11: ભારતીબેન ફર્નાન્ડીઝ પાડલીયા, મીતલબેન ચેતનભાઇ લાઠીયા, રક્ષિત વસંતભાઇ કલોલા, મહેશભાઇ લવજીભાઇ પીપરીયા
વોર્ડ નંબર 12: કિરણબેન વસંતભાઇ હરસોડા, જયબા દશરથસિંહ જાડેજા, પ્રદિપભાઇ ડવ, કિશન જયસુખભાઇ ટીલવા
વોર્ડ નંબર 13: માધવીબેન નીતિનભાઈ બદ્રકીયા, સોનલબેન જીતેન્દ્રભાઇ સેલારા, પંકજભાઈ ધીરજલાલ લુણાગરીયા, મોહિતસિંહ પૃથ્વીસિંહ જાડેજા
વોર્ડ નંબર 14: ચંદાબેન માણસુરભાઈ વાળા, અરૂૂણાબેન જયેશભાઇ આડેસરા, હિરેન ખીમાણી, કેતન પટેલ
વોર્ડ નંબર 15: હેતલબેન કેતનભાઈ કુમારખાણીયા, પુજાબેન અમરભાઈ સોલંકી, નીલેશ હેરભા, મૌલિકભાઇ સંજયભાઇ પરમાર
વોર્ડ નંબર 16: જયાબેન પ્રવિણભાઇ હુંબલ, રૂૂચિતાબેન નીલેશભાઈ જોષી, ઉમેશભાઈ માવજીભાઇ વાઘેલા, રાજેશભાઇ ધીરૂૂભાઇ લીલા
વોર્ડ નંબર 17: કીર્તિબા અનિરૂૂદ્ધસિંહ રાણા, રસીલાબેન હસમુખભાઇ વૈષ્ણવ, કૌશિક રમણીકભાઇ ટાંક, ડો. રિંકલભાઇ ખોડીદાસભાઈ મેઘાણી
વોર્ડ નંબર 18: દક્ષાબેન નટુભાઇ વાઘેલા, ભારતીબેન શૈલેષભાઇ પરસાણા, સંજયભાઇ રાજેશભાઇ સાગઠીયા, સંજયસિંહ ગુલાબસિંહ રાણા

 

Exit mobile version