ગુજરાત
પરિક્રમામાં પહેલી ઘોડીએ બે લાખથી વધુ ભાવિકો પહોંચ્યા
પ્રદક્ષિણા વહેલી શરૂ થતાં હજારો શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરવા તરફ : જંગલમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ
સંતો-મહંતોએ ધૂણીઓ ધખાવી, અલખનિરંજનના નાદથી ભાવિકો તરબોળ; અન્નક્ષેત્રોમાં જય ગીરનારીના નાદ સાથે પ્રસાદીનું 24 કલાક વિતરણ
ગુજરાતની ઓળખસમા ગિરનાર પર્વતની પરિક્રમા કરવાનો અનેરૂૂ મહત્વ છે. કહેવાય છે ગિરનાર પર્વતમાં 33 કરોડ દેવતાનો વાસ છે..ભક્તો ગિરનાર પર્વતની પરિક્રમા કરીને 33 કરોડ દેવતાના આશીર્વાદ મળ્યાનો અનુભવ કરે છે. અગિયારસથી પુનમ ચાલતી આ લીલી પરિક્રમામા ભક્તોનો ધસારો વધી જતાં એક દિવસ વહેલી જ શરૂૂ કરી દેવામાં આવી,. ઇટાવા ચેકપોસ્ચ પરથી પોલીસ દ્વારા શ્રીફળ વધેરી પરંપરાગત રીતે પરિક્રમા શરૂ કરાઈ હતી. અત્યાર સુધીમાં બે લાખથી વધુ ભાવિકોએ પ્રવેશ મેળવી લીધો છે. અને હજારો ભાવિકો પરીક્રમા પૂર્ણ કરવા તરફ પહોંચી ગયા છે.
જૂનાગઢમાં ગિરનાર પર્વતની લીલી પરિક્રમાનો પ્રારંથ થયો છે. લોકો ભવનાથ તળેટીમાં ભેગા થઈ જતા એક દિવસ પહેલા જ પરિક્રમા શરૂૂ કરી દેવામાં આવી હતી. પરિક્રમા કરવા જતા હજારો ભક્તો, સંતો-મહંતો ઉમટ્યા હતા. વાંસળીનાં સૂર સાથે જય ગિરનારીનાં નારા લગાવતા જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા શ્રીફળ વધેરી પરંપરાગત રીતે પરિક્રમાં શરૂૂ કરાઈ હતી. હજારો-લાખોની મેદનીને ધ્યાને રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઈટાવા ચેક પોસ્ટથી 36 કિલોમીટર સુધીનાં રૂૂટ પર અઢી હજારથી વધુ પોલીસ તૈનાત છે. 427 સીસીટીવી કેમેરાથી પરિક્રમાનાં રૂૂટ પર ચાંપતી નજર રાખવામાં આવશે. તેમજ 6 રેસ્ક્યું ટીમ અને 300 થી વધુ વન વિભાગનાં કર્મચારીઓ પણ સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવવામાં આવ્યા છે.
ગિરનાર પરિક્રમામાં અવ્યવસ્થા ન સર્જાય તે માટે જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે સહકારની એસપીએ અપીલ કરી હતી. લીલી પરિક્રમામાં વીસ લાખ લોકોનાં આવવાનો અંદાજને ધ્યાને લઈ એસપી દ્વારા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. શહેરનાં 427 કેમેરાઓથી સતત નજર રાખવામાં આવી રહી છે. તેમજ ગિરનાર પરિક્રમામાં કુલ 2427 પોલીસ કર્મી ફરજ બજાવશે. તેમજ એક એસઆરપી ટીમ, 1 એસડીઆરએફ ટીમ તેમજ 13 સર્વેલન્સ ટીમ અગ્નિશામક 49,વાયરલેસ સેટ 40, વોકોટોકી 195 જેવા આધુનિક સાધનો સાથે પોલીસ કર્મી ફરજ પર રહેશે.
ગિરનાર લીલી પરિક્રમામાં એક ભાવિક સીડી પરથી પટકાયો, બેને હાર્ટએટેક આવ્યા
ગિરનાર સીડી પરથી પડી જતા એક ભાવિકને ઇજા પહોંચી હતી. જ્યારે અન્ય બેને હ્રદયના હુમલા આવ્યા હતા. ત્યારે હડતાળ હોવા છતાં ડોળી વાળાએ માનવતા દાખવી આવા સંકટના સમયે તમામને ફ્રીમાં નીચે ઉતાર્યા હતા. ડોળી એસોસિએશનના રમેશ બાવળીયાએ જણાવ્યું હતું કે, રોપ- વેમાં ટિકિટના ભાવ ઘટાડવા મુદ્દે ડોળી વાળાઓ રવિવારથી હડતાળ પર ઉતર્યા હતા. જોકે, રવિવારે જ એક ભાવિક 1,200 પગથિયે કોઇ કારણોસર પડી જતા તેને ઇજા પહોંચી હતી. આ દુર્ઘટનાની જાણ થતા ડોળીવાળા તુરત દોડી ગયા હતા અને લોહી લુહાણ હાલતમાં તે ભાવિકને ડોળીમાં બેસાડીને ફ્રીમાં નીચે ઉતારી દવાખાને મોકલી દેવાયા હતા. જ્યારે હડતાળના બીજા દિવસે પણ કમંડળ કુંડ, ગોરક્ષનાથ અને દતાત્રેયની ત્રણ સીડી નજીક 2 ભાવિકોને હ્રદય રોગનો હુમલો આવ્યો હતો. આની જાણ થતા જ ડોળી વાળાઓ તુરત દોડી ગયા હતા અને બન્નેને ડોળીમાં બેસાડી ફ્રીમાં નીચે ઉતારી 108 મારફતે હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. આમ, હડતાળ હોવા છતાં માનવતાના નાતે આ સેવાકીય પ્રવૃતિ કરાઇ હતી.
યાત્રાળુઓ માટે પાર્કિંગ સ્થળ જાહેર
ગિરનાર લીલી પરિક્રમામાં આવતા યાત્રાળુઓ માટે જાહેર પાર્કિંગ સ્થળોમાં તમામ પ્રકારના વાહનો માટે નીચલા દાતાર પાસે ખુલ્લી જગ્યા અને ટુ-વ્હીલર પ્રકારના વાહનો માટે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે જાહેર પાર્કિંગનો સમાવેશ થાય છે. તમામ પ્રકારના વાહન માટે પ્રાઇવેટ વાહન પાર્કિંગના સ્થળોમાં મજેવડી રોડ જુના દારૂૂખાનાની ખુલી જગ્યા, શશીકાંતભાઈ દવેની વાડી, (મજેવડી દરવાજાથી ભરડાવાવ રોડ, જિલ્લા જેલની વાડી પર) ભાગચંદ ભાઈ ઉર્ફે કાળુભાઈ મહાસાગરવાળાની વાડી તરીકે ઓળખાતી જમીન- મજેવડી દરવાજાથી ભવનાથ તરફ જતો રસ્તો અને પાંજરાપોળ ગૌશાળા ફાયર બ્રિગેડની દાતાર રોડ ખાતે વાહન પાર્ક કરી શકાશે.