Site icon Gujarat Mirror

ગાંધીનગરમાં આગ ઓલવતી સમયે ગેસ સિલિન્ડર વિસ્ફોટથી 4 ફાયર ફાઇટર દાઝયા

ગાંધીનગરમાં સેક્ટર 4 માં થયેલા ગેસ સિલિન્ડર વિસ્ફોટમાં આગ બુઝાવવાનો પ્રયાસ કરતી વખતે 4 ફાયર ફાઇટર દાઝ્યાં હતા. તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના રાત્રે 12:30 વાગ્યાની આસપાસ બની હતી. સ્થાનિકોને આ ઘટનાની જાણ થતાં જ તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

આ ઘટનામાં, ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમને ફોન પર માહિતી મળી હતી કે ગાંધીનગરના સેક્ટર 4 માં જાહેર શૌચાલય પાછળ એક ઝૂંપડીમાં આગ લાગી છે, જેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને ટીમને રવાના કરવામાં આવી હતી. જેવી ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, તે જ સમયે શૌચાલયની પાછળ આગની લપેટમાં આવેલી ઝૂંપડીમાં ગેસ સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો. ફાયર બ્રિગેડના ચાર સભ્યો આગમાં ફસાઈ ગયા હતા. હાલમાં ચારેયની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ફાયર અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગાંધીનગર સેક્ટર 4અ ના ગાર્ડન પાસે જાહેર શૌચાલયની પાછળ એક ઝૂંપડું હતું. ત્યાં એક ગેસ સિલિન્ડર ફાટ્યો હતો. આગ પહેલાથી જ ફાટી નીકળી હતી અને ચાર ફાયર ફાઇટર બચાવ કામગીરીમાં રોકાયેલા હતા. જ્યારે આ ચાર અગ્નિશામક દળો બચાવ કાર્ય માટે ઝૂંપડી તરફ ગયા, ત્યારે આગને કારણે ગેસ સિલિન્ડર ફાટ્યો. આ દરમિયાન ચાર અગ્નિશામકો 50 ટકા દાઝી ગયા હતા. આગ કેવી રીતે લાગી તેનું હજુ કારણ સામે આવ્યું નથી.

Exit mobile version