ગુજરાત

સોમનાથ મંદિરમાં 3ઉ લાઈટ એન્ડ સાઉન્ડ શો યાત્રિકો માટે પુન: શરૂ

Published

on

શનિવાર, રવિવાર તથા તહેવારના દિવસોમાં બે શો યોજાશે

શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવતા દેશવિદેશના યાત્રીઓ સમક્ષ શ્રીસોમનાથ તીર્થના ગૌરવને ઉજાગર કરતો 3ઉ લાઈટ એન્ડ સાઉન્ડ શો ચોમાસાના વિરામ બાદ પુન: યાત્રીઓ માટે શરૂ કરવામાં આવી રહ્યો છે.આવનાર ભક્તો શ્રી સોમનાથ તીર્થના ઇતિહાસથી માહિતગાર થાય, કઈ રીતે ચંદ્રદેવના તપથી ભગવાન સોમનાથ આ ભૂમિ પર પધાર્યા, કઈ રીતે ભગવાન શ્રીકૃષ્ણ એ પોતાની અંતિમ લીલા દર્શાવી નિજધામ ગમન કર્યું. કઈ રીતે આ તીર્થ પ્રભાસ કેહવાયું. શું છે ધાર્મિક કથા? આ તમામ બાબતોને આધુનિક 3ઉ ટેકનોલોજી ના ઉપયોગથી આવનાર યાત્રિકો માહિતગાર થાય તે માટે લાઇટ એન્ડ સાઉન્ડ શો નું નિર્માણ કરવામાં આવ્યું છે.

જે શો આવનાર યાત્રીઓમાં પ્રસિદ્ધ છે. આ શો ચોમાસા દરમિયાન પ્રતિવર્ષ બંધ રહેતો હોય છે. યાત્રીઓ માટે શરૂૂ કરવામાં આવતો હોય છે.ચોમાસાની સીઝન પૂર્ણ થતા શ્રી સોમનાથ મંદિર ખાતે તા.25 ઓકટોબર થી લાઈટ એન્ડ સાઉન્ડ શો પ્રારંભ થશે.. શોનો સમય સાંજે 7-45 વાગ્યાનો રહેશે. શનિવાર તથા રવિવાર તહેવારોના દિવસોમાં યાત્રી પ્રવાહને ધ્યાને લઇ બે શો યોજવામાં આવશે. જેની સર્વે યાત્રીઓએ નોંધ લેવી. શો ની ટિકિટ મંદિર પરિસરના બહાર ડિજિટલ કેશલેસ કાઉન્ટર પર સાંજે 6:00 વાગ્યાથી તેમજ મંદિર પરિસરમાં સાહિત્ય કાઉન્ટર નજીક અલાયદા ટિકિટ કાઉન્ટર પરથી સાંજે 6:30 વાગ્યાથી મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version