શહેરમાં મારામારીના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગંજીવાડામાં બે જૂથો વચ્ચે જાહેરમાં ગાળાગાળી અને મારામારી કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. ગંજીવાડા વિસ્તારમાં પાડોશમાં રહેતા બે જૂથ વચ્ચે કોઇ કારણસર ઝઘડો થતા બંને પરિવારના મહિલા સહિતના શખ્સો સામસામે આવી જતા જાહેરમાં ગાળાગાળી કરી એક બીજા ઉપર લાકડાના ધોકા વડે તુટી પડયા હતા. આ મારામારીનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે. જો કે, આ મારામારીના બનાવમાં કોઇને ઇજા પહોંચી કે નહી તે અંગે સિવિલના ચોપડે કોઇ નોંધ થઇ ન હતી.
ગંજીવાડામાં બે જૂથો વચ્ચે ગાળાગાળી-ઢીસૂમ ઢીસૂમ

