ગુજરાત
ભાઇબીજના દિવસે 30858 મહિલાઓએ બી.આર.ટી.એસ.-સિટી બસ સેવાનો લીધો લાભ
મનપાએ બહેનો- મહિલાઓને મફત મુસાફરી કરાવી આપી અનોખી ભેટ
ભાઈબીજના પવિત્ર તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યરતસિટી બસ અને બી.આર.ટી.એસ. બસ સેવા દર વર્ષની પરંપરા મુજબ બહેનો/મહિલાઓ માટે નિ:શુલ્ક રહેશે તે અંગેની જાહેરાત કરવામાં આવી હતી. ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉલ્લાસભેર ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં ભાઈબીજનો તહેવાર આવે છે.
ભાઈબીજ એટલે ભાઇ-બહેનના પ્રેમના પ્રતિકરૂૂપ તહેવાર છે. ભાઈબીજ કારતક માસના બીજના દિવસે આવે છે. તા.03/11/2024ના રોજ ભાઈબીજ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત બી.આર.ટી.એસ. બસ સેવા અને સિટી બસ સેવામાં કુલ 30858 બહેનો/મહિલાઓએ વિનામુલ્યે મુસાફરી કરી હતી, તેમ રાજકોટ મનપાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
રાજકોટ મહાનગર પાલિકાહસ્તકની એસ.પી.વી. રાજકોટ રાજપથ લિ. દ્વારા શહેરના નાગરિકોને શહેરી પરિવહન બસ સેવા પુરી પાડે છે. રાજકોટ મહાનગરપાલિકાદ્વારા દર વર્ષની પરંપરા મુજબ તા.03/11/2024, રવિવારના રોજ ભાઈ બીજના પવિત્ર તહેવાર નિમિતે સિટી બસ સેવા અને ઇઝછજ બસ સેવા બહેનો/મહિલાઓ માટે નિ:શુલ્ક મુસાફરીની ભેટ આપેલ, જેમાં સિટી બસ સેવામાં કુલ-21552 અને બી.આર.ટી.એસ. બસ સેવામાં કુલ-9306 બહેનો/મહિલાઓએ વિનામુલ્યે મુસાફરી કરી હતી.