આજે રશિયા ઉજવે છે બીજા વિશ્ર્વ યુદ્ધમાં જીતનો વિજય દિવસ
પાંચ વર્ષ લાંબા રશિયા-યુક્રેન સંઘર્ષમાં શાંતિની આશા જાગી છે.ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે રશિયા અને યુક્રેન વચ્ચે 9 મે થી 11 મે સુધી ત્રણ દિવસનો યુદ્ધવિરામ રહેશે. આ યુદ્ધવિરામમાં બધી લશ્કરી પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવશે અને દરેક દેશના 1,000 કેદીઓની આપ-લે કરવામાં આવશે.તેમણે કહ્યું,આશા છે કે,આ ખૂબ જ લાંબા, ઘાતક અને કઠિન યુદ્ધના અંતની શરૂૂઆત હશે,” અને ઉમેર્યું કે સંઘર્ષને સમાપ્ત કરવા માટે ચાલી રહેલી વાટાઘાટો સતત પ્રગતિ કરી રહી છે. આ ત્રણ દિવસમાં સંપૂર્ણ યુદ્ધવિરામ માટેની ચર્ચાઓ શરૂૂ થવાની અપેક્ષા છે.
હકીકતમાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ દિવસનો યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ છે.ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે 9 મે થી 11 મે સુધી યુદ્ધવિરામ રહેશે. આ સમયગાળા દરમિયાન, બંને દેશો વચ્ચે કોઈ લશ્કરી કાર્યવાહી થશે નહીં, અને શસ્ત્રોના હુમલા પણ બંધ કરવામાં આવશે.ટ્રમ્પે જણાવ્યું હતું કે આ યુદ્ધવિરામ રશિયાના વિજય દિવસની ઉજવણી દરમિયાન અમલમાં રહેશે.
રશિયા બીજા વિશ્વયુદ્ધમાં પોતાની જીતની યાદમાં દર વર્ષે 9 મેના રોજ વિજય દિવસ ઉજવે છે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં એ પણ નોંધ્યું હતું કે યુક્રેને બીજા વિશ્વયુદ્ધમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેના કારણે આ સમય બંને દેશો માટે મહત્વપૂર્ણ બની ગયો છે.
તેમણે જણાવ્યું હતું કે આ યુદ્ધવિરામ દરમિયાન, રશિયા અને યુક્રેન વચ્ચે એક હજાર યુદ્ધ કેદીઓની આપ-લે કરવામાં આવશે. ટ્રમ્પના મતે, તેમણે આની સીધી શરૂૂઆત કરી હતી, અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી તેના પર સંમત થયા છે. ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી કે આ પગલું ચાર વર્ષ લાંબા યુદ્ધને સમાપ્ત કરવા તરફ એક મોટું પગલું સાબિત થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે યુદ્ધનો અંત લાવવા માટે વાટાઘાટો ચાલી રહી છે, અને બંને દેશો વચ્ચે કરાર થવાની શક્યતા વધી રહી હોય તેવું લાગે છે.
ફેબ્રુઆરી 2022 થી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ સંઘર્ષમાં હજારો લોકો માર્યા ગયા છે, જ્યારે લાખો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે. પરિણામે, ત્રણ દિવસના યુદ્ધવિરામ અને કેદીઓની આપ-લેને આંતરરાષ્ટ્રીય સ્તરે એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવી રહી છે.
