ગુજરાત

હળવદના સુંદરગઢમાંથી 292 બોટલ વિદેશી દારૂની ઝડપાઇ

Published

on

પંથકમાં અલગ અલગ કીમિયા કરી મોરબીમાં દારૂૂ ઘુસાડવાના પ્રયત્ન થાય છે જેમાં પોલીસ દ્વારા તમામ કીમિયાનો પર્દાફાશ કરીને આરોપીઓને મુદ્દામાલ સાથે જપ્ત કરી ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે સુંદરગઢ ગામે જમીનમાં દાટેલો બિનવારસી કુલ રૂપિયા 57,700નો વિદેશી દારૂૂનો જથ્થો કબ્જે કરી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.


હળવદ પોલીસે બાતમીને આધારે સુંદરગઢ ગામે બ્રાહ્મણી નદીના કાંઠે ખોડીયારમાના મંદીર પાસે જમીનમાં દારૂૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જમીનમાંથી વાઈટ લેસ વોડકાના 190 ચપલા કિંમત રૂૂપિયા 19,000, હની ટીઆરએસ વોડકાના 142 ચપલા કિંમત રૂૂપિયા 14,200 અને વાઈટ લેસ વોડકાની બોટલ નંગ 70 કિંમત રૂપિયા 24,500 મળી કુલ રૂપિયા 57,700નો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.આ રેડમા પીઆઈ આર.ટી વ્યાસ,એ.એસ.આઈ અજીતસિંહ સિસોદિયા, વિપુલભાઈ ભદ્રાડીયા, દેવેન્દ્ર સિહ,ગંભીર સિહ, હરવિજય સિહ સહિતના જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version