ગુજરાત

ફટાકડાના 253 સ્ટોલને ફાયરની મંજૂરી

Published

on

પેન્ડિંગ રહેલ 155 સ્ટોલને સાંજ સુધીમાં એનઓસી ફાળવી દેવાશે


ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ ફાયરના નિયમો કડક બનાવવામાં આવ્યા છે. જે અંતર્ગત આ વર્ષે ફટાકડાના સ્ટોલને લાયસન્સ મેળવવા માટે સાત કોઠા વીંધવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. છતાં અનેક મોટા વિક્રેતાઓએ ફટાકડાના સ્ટોલ માટે ફાયરની મંજુરી મેળવવા અરજી કરેલ જેમાં આજ સુધીમાં 253 સ્ટોલને ફાયર એનઓસી ફાળવી દેવામાં આવી છે અને પેન્ડિંગ રહેલ 155 સ્ટોલની સ્થળ તપાસની કામગીરી સાંજ સુધીમાં પૂર્ણ થતાં તમામને ફાયર એનઓસી આપી દેવામાં આવશે તેમ ફાયર વિભાગે જણાવ્યુ ંહતું.


રાજકોટ શહેરમાં દર વર્ષે નાના-મોટા 1000થી વધુ ફટાકડાના સ્ટોલ થતાં હોય છે. પરંતુ આ વર્ષે સરકાર દ્વારા ફાયર અંતર્ગત નવો એસઓપી જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ફટાકડાના સ્ટોલ માટે નવા નિયમો અમલમાં મુકતા એક ફટાકડાનો સ્ટોલ શરૂ કરવા માટે અંદાજે 10થી 15 હજાર રૂપિયાનો ખર્ચ થતો હોવાનો વિક્રેતાઓ કહી રહ્યા છે. જેના કારણે નાના ધંધાર્થીઓએ આ વખતે ફટાકડાનો સ્ટોલ કરવાનું માંડી વાળ્યું છે. છતાં મોટા વિક્રેતાઓએ ફટાકડાના સ્ટોલની ફાયર એનઓસી મેળવવા માટે મનપાના ફાયર વિભાગમાં અરજી કરી હતી. નિયમ મુજબ ફાયર એનઓસી મળ્યા બાદ પોલીસ વિભાગ દ્વારા સ્ટોલ ચાલુ કરવાની મંજુરી અપાઈ છે. આથી આજ સુધીમાં 408 વિક્રેતાઓએ ફટાકડાના સ્ટોલ માટે અરજી કરેલ જે પૈકી 253 સ્ટોલ ધારકોને ફાયર એનઓસી આપી દેવામાં આવી છે. જ્યારે 155 સ્ટોલની સ્થળ તપાસ સહિતની કામગીરી સાંજ સુધીમાં પુર્ણ કરી ફાયર એનઓસી આપી દેવામાં આવશે. તેમ ફાયર વિભાગે જણાવ્યું હતું.


ફાયર વિભાગે વધુમાં જણાવેલ કે, સરકાર દ્વારા નવો એસઓપી જાહેર કરેલ છે. જે મુજબ ફટાકડાના સ્ટોલ ધારકો માટે નવા નિયમોની અમલવારી કરવી અઘરી બની છે. આથી અમે અરજદાર જ્યારે અરજી કરવા આવે ત્યારે તેમની પૂછપરછ કરી નિયમોની અમલવારીમાં શું ઘટે છે તે જાણવામાં આવે છે અને તેના આધારે જ અરજી સ્વીકારવામાં આવી રહી છે. જેના લીધે નિયમોની અમલવારી નહીં થઈ શકતી હોય તેવા સ્ટોલ ધારકોને અરજી કરતા રોકવામાં આવે છે. અને રજુ થયેલ અરજીઓ માંથી એક પણ અરજી રિકેક્ટ ન થાય તેનો પણ ખ્યાલ રાખવામાં આવે છે આથી આજ સુધીમાં 408 વિક્રેતાઓએ અરજી કરેલ છે. અને પ્રારંભીક ધોરણે તમામ સ્ટોલ ધારકોએ નિયમોનું પાલન કરેલ હોવાનું સ્થળત પાસ દરમિયાન જાણવા મળેલ હોય પ્રથમ તબક્કે 253 સ્ટોલને ફાયર એનઓસી ફાળવી દેવામાં આવી છે. જ્યારે સાંજ સુધીમાં બાકી રહેલા 155 સ્ટોલ ધારકોને પણ સ્ટોલ ધારકોને ફાયર એનઓસી આપી દેવાશે. પરંતુ શેરી-ગલીએ રેકડીમાં ફટાકડા વહેંચતા નાના ફેરીઆઓ વિરુદ્ધ નિયમ મુજબ કોઈ જાતની કાર્યવાહી થઈ શકતી ન હોય આ વખતે પણ રેકડીઓમાં વગર લાઈસન્સે ફટાકડા વહેંચાતા જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version