Uncategorized
25 મહિલાઓ પર બળાત્કાર અને હત્યા કરી છે, હવે તારો વારો
યુપીની ડાન્સ ટીચરને બિશ્ર્નોઇ ગેંગના નામે ધમકી
ઉત્તર પ્રદેશના એક ડાન્સ ટીચરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને એક વ્યક્તિ તરફથી બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ધમકી આપનાર વ્યક્તિ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવે છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે વ્યક્તિએ દાવો કર્યો છે કે તે 25 મહિલાઓ પર બળાત્કાર કરી તેમની હત્યા કરી ચૂક્યો છે. અને તે તેની આગામી શિકાર બનશે.
મહિલા બસ્તીના કોતવાલી વિસ્તારની પ્રખ્યાત ડાન્સ ટીચર છે. તે ઢજ્ઞીઝીબય પર ડાન્સ ટ્યુટોરિયલ્સ પણ શેર કરે છે. તે વ્યક્તિએ તેને ફોન કરવા માટે અનેક ફોન નંબરનો ઉપયોગ કર્યો હતો.
શિવસેનાના હરિયાણા પ્રભારી વિક્રમ સિંહે સાયબર પોલીસમાં ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે કે તેમને લોરેન્સ બિશ્નોઈ ગેંગના હોવાનો દાવો કરનાર વ્યક્તિ તરફથી ધમકીભર્યો ફોન આવ્યો છે.તેઓએ દાવો કર્યો હતો કે ફોન કરનારે પોતાની ઓળખ રોહિત ગોદારા તરીકે આપી હતી અને બિઝનેસમાં હિસ્સો માંગ્યો હતો. વિક્રમ સિંહે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમને 11 નવેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે યુકેના એક નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો, જેમાં કોલ કરનારે કહ્યું હતું કે તે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય છે અને તેમના બિઝનેસમાં હિસ્સો માંગ્યો હતો.