આંતરરાષ્ટ્રીય
ઈલોનમસ્ક ઝેર ફેલાવે છે, બિટ્રિશ અખબારે “X” પ્લેટફોર્મ છોડ્યું
ફ્રાંન્સમાં પણ કેસ દાખલ, રાજકીય ઉપયોગનો આક્ષેપ
ડોનાલ્ડ ટ્રમ્પની નવી સરકારમાં ઈલોન મસ્કને મહત્ત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. જો કે, હવે મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર પક્ષપાતનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. એક તરફ, બ્રિટિશ ડેલી ધ ગાર્ડિયને એક્સનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે અને તેને ઝેરી ગણાવ્યું છે. બીજી તરફ લક્ઝરી કંપની લૂઈ વિટોના વડા બર્નાર્ડ આર્નોલ્ટ ઈલોન મસ્કની સોશિયલ મીડિયા કંપની સામે કાયદાકીય પગલાં લેવા જઈ રહ્યા છે. ફ્રેન્ચ અખબારોના જૂથે એવો પણ આક્ષેપ કર્યો છે કે એક્સ અમારા ક્ધટેન્ટનો ઉપયોગ કરે છે પણ ચૂકવતી નથી કરતું.
ઇન્સ્ટાગ્રામ પર ધ ગાર્ડિયનના 20 મિલિયનથી વધુ ફોલોવર્સ છે.
તેનું એક્સ હેન્ડલ હવે આર્કાઇવ કરવામાં આવ્યું છે. જો કે, તેના પત્રકારો સમાચાર એકત્ર કરવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા રહેશે. 200 વર્ષ જૂની પીઢ મીડિયા સંસ્થા ધ ગાર્ડિયન ઘણા સમયથી એક્સમાંથી બહાર નીકળવાનું વિચારી રહી હતી. અમેરિકન ચૂંટણીમાં આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો જે રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો તે જોઈને મીડિયા કંપનીએ આ નિર્ણયને મંજૂરી આપી હતી. ધ ગાર્ડિયને 13 નવેમ્બરના રોજ લખેલા એક લેખમાં જણાવ્યું હતું કે એક્સ પર નુકસાન વધુ છે અને લાભ ઓછો છે.
જો આપણે આપણા સમાચારને બીજે ક્યાંક પ્રમોટ કરીએ તો સારું રહેશે. બ્રિટિશ અખબાર કહે છે કે મસ્કે રાજકીય એજન્ડા સેટ કરવા માટે એક્સનો ઉપયોગ કર્યો હતો. બીજી બાજુ ડ ફ્રાન્સમાં કાનૂની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. અહીં દિગ્ગજ ઉદ્યોગપતિએ મસ્ક સામે કાયદાકીય યુદ્ધની તૈયારી કરી છે. આ કાનૂની લડાઈ યુરોપિયન યુનિયનના નિર્દેશ પર આધારિત છે, જે મુજબ ડિજિટલ પ્લેટફોર્મે ક્ધટેન્ટનો ઉપયોગ કરવા બદલ સમાચાર સંસ્થાઓને ચૂકવણી કરવી પડશે. ફ્રેન્ચ પ્રકાશકો દલીલ કરી રહ્યાં છે કે ગૂગલ અને મેટાની જેમ એક્સ પણ વળતર ચૂકવવા તૈયાર નથી.