મોરબી પાસે હાઈવે પર 50થી વધુ ઘેટા ઉપર ટ્રક ફરી વળતા 25નાં મોત

કંડલા-મોરબી નેશનલ હાઈવે પર માળિયા નજીક એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે, જેમાં પૂરઝડપે આવી રહેલા ટ્રકે ઘેટાં-બકરાંના ટોળાને કચડી નાખતાં 23 ઘેટાં અને 2 બકરાંના…

કંડલા-મોરબી નેશનલ હાઈવે પર માળિયા નજીક એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે, જેમાં પૂરઝડપે આવી રહેલા ટ્રકે ઘેટાં-બકરાંના ટોળાને કચડી નાખતાં 23 ઘેટાં અને 2 બકરાંના સ્થળ પર જ મોત નિપજ્યા છે. આ ગોઝારા અકસ્માતમાં અન્ય 30થી વધુ પશુઓ ગંભીર રીતે ઘાયલ થતાં માલધારી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના જંગી ગામના રહેવાસી વિભાભાઈ મંગાભાઈ રબારી પોતાના ભાઈ ગોવાભાઈ સાથે આશરે 500 જેટલા ઘેટાં-બકરાં લઈને સુરજબારીથી મોરબી તરફ જઈ રહ્યા હતા.
બપોરના સમયે માળિયા પાસે જિયો પંપ સામે રસ્તો ક્રોસ કરતી વખતે મોરબી તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા ટ્રક રજિસ્ટ્રેશન નં. RJ-07GF-8171વાળાએ પશુઓને અડફેટે લીધા હતા.

અકસ્માત સર્જીને પશુઓનો કચ્ચરઘાણ વાળનાર ટ્રક ચાલક ઉસ્માન મોહમદ રમજાન નાયચ રહે. ઝાલવાલી, બીકાનેર, રાજસ્થાન વાળાએ આ ઘટનામાં માલધારી પરિવારને રૂૂ. 60,000થી રૂૂ. 65,000 સુધીનું મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. બનાવ અંગે માળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.