ગુજરાત
કર્મચારીઓ આનંદો, નિવૃત્તિ અને અવસાન ગ્રેચ્યુઇટીમાં 25%નો વધારો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેચ્યુઈટી તથા અવસાન ગ્રેચ્યુઈટી મહત્તમ રૂૂ. 20 લાખની મર્યાદામાં આપવામાં આવે છે. કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.
આ કર્મચારી હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓને નિવૃત્તિ ગ્રેચ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂૂ. 25 લાખની મર્યાદામાં આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયનો લાભ તા. 1 જાન્યુઆરી, 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને મળશે.
મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના
નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમણે અનુમતિ આપતા આ અંગેના જરૂૂરી ઠરાવો નાણાં વિભાગ જારી કરશે. રાજ્ય સરકારને આ નિર્ણયને પરિણામે અંદાજે વાર્ષિક રૂૂ. 53.15 કરોડનું ભારણ આવશે.