Site icon Gujarat Mirror

જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સોમવાર સુધી કેન્સલ

પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં આવેલા સાબરમતી, સાબરમતી (એફ કેબિન) અને ચાંદલોડિયા (એ) સ્ટેશનો પર ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ લગાવવા માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે.


ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 30 અને 01.12 અને ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 01.12 અને 02.12.ના રોજ રદ રહેશે. તેમજ ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલ-સુરેન્દ્રનગર વચ્ચે 01.12 અને 02.12ના રોજ અને વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ સુરેન્દ્રનગર-ગાંધીનગર કેપિટલ વચ્ચે 30.11 અને 01.12ના રોજ આંશિક રીતે રદ રહેશે.


આ ઉપરાંત 01.12ના રોજ, ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂૂટ વાયા ગાંધીનગર કેપિટલ-ચાંદલોડિયા-વિરમગામ ને બદલે ડાયવર્ટ કરેલા રૂૂટ વાયા ગાંધીનગર કેપિટલ-મહેસાણા-વિરમગામ થઈને દોડશે.

Exit mobile version