ગુજરાત

PI પાદરિયા સામે હત્યાની કોશિશની કલમ રદ કરવા કોર્ટમાં રિપોર્ટ

Published

on

પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ કરશનભાઈ સરધારા પર સરદાર ધામના ઉપપ્રમુખ બનવાની વાતને લઈ જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયાએ કરેલા હુમલાના બનવામાં હત્યાની કોશિશની કલમ રદ કરવા પોલીસે કોર્ટમાં રીપોટ કર્યો છે. પીઆઈ સંજય પાદરિયા વિરૂૂદ્ધ હત્યાના પ્રયાસ ગુનો નોંધાયા બાદ હવે સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે, ત્યારે હવે બીજી તરફ પીઆઈ પાદરિયાએ જયંતી સરધારા વિરૂૂદ્ધમાં અરજી આપી છે.જેમાં પોલીસ જયંતિભાઈ સરધારા સામે ગુનો નોંધવાની તૈયારી બતાવી છે. સંજય પાદરીયા જો રૂૂબરૂૂ ફરિયાદ કરવા આવશે તો પુરાવાને આધારે પોલીસ જયંતિભાઈ કરશનભાઈ સરધારા સામે ગુનો નોધશે તેમ ઝોન-2ના ડીસીપી જગદીશ બાંગરવાએ મીડિયાને જણાવ્યું હતું. પીઆઈ પાદરિયાએ જયંતી સરધારા વિરુદ્ધમાં તાલુકા પોલીસમાં અરજી કરી છે. જેમાં જયંતીભાઈ સરધારાએ ખોડલધામ અને પોલીસ વિશે ખરાબ બોલતા મામલો વકર્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


ગત 25 નવેમ્બરના રોજ કણકોટ રોડ ઉપરના શ્યામ પાર્ટી પ્લોટમાં રમેશભાઈ ગીરધરભાઈ ખુંટના પુત્રના લગ્ન પ્રસંગમાં પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ કરશનભાઈ સરધારા જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયા વચ્ચે સરદાર ધામના ઉપપ્રમુખ બનવાની વાતને લઈ થયેલી માથાકૂટમાં પોલીસે ઉતાવળમાં પી.આઈ સંજય પાદરીયા સામે હત્યાની કોશિશની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ઘટના બાદ સામાજીક વિવાદ ભડકવાના ભણકારા વચ્ચે અગ્રણીઓ પોલીસ કમિશ્નરને મળ્યા હતા અને હુમલાનાં પી.આઈ સંજય પાદરીયાની તરફેણમાં રજૂઆત કરી હતી હત્યાની કોશીશની આકરી કલમ લગાવવામાં ઉતાવળ કરી હોવાની રજુઆત સાથે સત્યનો સાથ આપી ન્યાયિક તપાસ કરવાની માંગ કરી હતી. પોલીસે આ બનાવમાં અંતે પીછે હઠ કરવી પડી હતી.


આ મામલે ઝોન-2 ડીસીપી જગદીશ બાંગરવાએ મીડિયાને જણાવ્યું કે, સમગ્ર ઘટનાને લઇ પોલીસે તબીબોના અભિપ્રાય અને ઘટનાના સીસીટીવી ફૂટેજ તપસ્યા બાદ આ ઘટનામાં પી.આઈ સંજય પાદરીયા સામે હત્યાની કોશિશની કલમ રદ કરવા કોર્ટમાં તાલુકા પોલીસે રીપોર્ટ કર્યો છે.હવે આ બનાવમાં ભારતીય ન્યાય સહિતા ની કલમ 117 (2) મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ બનાવમાં પોલીસ દ્વારા કોર્ટમાં રીપોર્ટ કરતા નવો વણાંક આવ્યો છે.


બીજી તરફ આ મામલે પી.આઈ પીઆઈ પાદરિયાએ જયંતીભાઈ સરધારા સામે વળતી ફરિયાદ માટે અરજી કરી છે જેમાં જણાવ્યું છે કે, જૂનાગઢ જિલ્લાના ચોકી-સોરઠ ખાતે હું પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે નોકરી કરું છું. ગત 25 નવેમ્બરના રોજ હું કણકોટ રોડ ઉપરના શ્યામ પાર્ટી પ્લોટમાં અમારા સંબંધી રમેશભાઈ ગીરધરભાઈ ખુંટના પુત્રના લગ્ન પ્રસંગમાં ગયો હતો.

તેવામાં 8:30 વાગ્યા આસપાસ જયંતીભાઈ સરધારાને મળ્યાં અને સાથે ઉભા રહીને વાતચીત કરી હતી. આ દરમિયાન જયંતીભાઈ સરધારા ઉશકેરાઈને ખોડલધામ વિશે ખરાબ બોલવા લાગ્યા હતા. જંયતીભાઈએ ખોડલધામવાળા બધા ચોર હોવાનું કહીને સંસ્થાને અપશબ્દો દેતા મે તેમને સમજાવ્યા હતા. ત્યારબાદ પોલીસવાળા પણ ચોર છે તેવું કહીને જયંતીભાઈએ મારો કાઠલો પકડીને મને પાટા માર્યા હતા. આ મામલે ડીસીપી ઝોન-2 એ જણાવ્યું કે, પી.આઈ પાદરીયા સાથે મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ છે જો પી.આઈ સંજય પાદરીયા આ મામલે રૂૂબરૂૂ ફરિયાદ નોંધાવવા આવશે તો પી.આઈ સંજય પાદરીયાની ફરિયાદને આધારે જયંતિ સરધારા સામે જરૂૂર પડ્યે ગુનો નોંધાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version