Site icon Gujarat Mirror

સુરતની હોસ્પિટલમાં એક જ દિવસમાં 23 ડિલિવરી

સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 23 ડિલિવરી થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખીલખીલાટ સાથે ગુંજી ઉઠ્યું હતું. 23 બાળકોમાં 14 દીકરી અને 09 દીકરાનો જન્મ થયો હતો.સુરત શહેરમાં ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રમુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વીડીયા હોસ્પિટલ (ડાયમંડ હોસ્પિટલ)માં તા.19ના એક જ દિવસમાં ટોટલ 23 ડિલિવરી થતા હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખીલખીલાટ સાથે ગુંજી ઉઠ્યું હતું.

14 દીકરી અને 9 દીકરાનો જન્મ થયો હતો.ડાયમંડ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગના ગાયને કોલોજિસ્ટ ડો.ભાવેશ પરમાર, ડો કલ્પના પટેલ, ડો.ઝીલ ગજેરા રેસડિન્ટ ડોકટર ડો. અર્ચિત કંથારિયા, ડો દર્શન વિરાણી , ડો. ઉત્સવ સવાણી તેમજ પિડીયાટ્રીસિયન વિભાગના ડો. અલ્પેશ સિંઘવી ડો.દિવ્યા રંગુનવાલા અને પેડિયાટ્રેક રેસીડન્ટ ડોક્ટર અને મેડીકલ ઓફીસર તેમજ ઓ.ટી. વિભાગના સ્ટાફમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે મહિને 300-350 ડિલિવરી થાય છે.

ડાયમંડ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીનો ચાર્જ માત્ર રૂૂ 1800 અને દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. આ સિવાય સિઝેરિયન ડિલિવરીનોનો ચાર્જ માત્ર રૂા. 5000 છે અને દીકરી જન્મે તો રૂા.3200 સિઝેરિયન ડિલિવરીનો ચાર્જ લેવામાં આવે છે.આ હોસ્પિટલમાં કોઈ પણ દંપતીને ત્યાં એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી એક લાખ રૂૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 2500 દીકરીઓને ટોટલ 25 કરોડના બોન્ડ આપી દેવામાં આવ્યા છે.

Exit mobile version