ગુજરાત

ગોંડલ નાગરિક બેન્કની ચૂંટણીમાં 11 બેઠકો સામે 23 ઉમેદવારો મેદાનમાં

Published

on

ગોંડલ નાં રાજકારણ માં ઉતેજના જગાવનારી નાગરિક સહકારી બેંક ની 11 ડીરેકટરો ની આગામી તા.15 નાં યોજાનારી ચુંટણીમાં કુલ ભરાયેલા 37 ઉમેદવારી ફોર્મ પૈકી પરત ખેંચવાની અંતિમ તારીખે 14 ફોર્મ પરત ખેંચાતા હવે 23 ઉમેદવારો મેદાન માં છે.યતિશભાઇ દેસાઈ પ્રેરીત નાગરિક સહકાર સમિતિ તથા ભાજપે પોતાની પેનલો મેદાન માં ઉતારીછે.જ્યારે એક અપક્ષ ચુંટણી લડી રહ્યાછે.પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા,બેંક નાં પુર્વ ચેરમેન જયંતિભાઈ ઢોલ નાં પત્નિ શારદાબેન તથા સહકારી અગ્રણી જગદીશભાઈ સાટોડીયા એ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે.ભાજપ પ્રેરીત પેનલ માં હાલ જુનાગઢ જેલ માં રહેલા ગણેશભાઈ જાડેજા ચુંટણી લડશે એ નિશ્ચિત થયુ છે.


ભાજપ પ્રેરીત પેનલમાં પ્રહલાદભાઇ પારેખ, અશોકભાઈ પીપળીયા, પ્રફુલભાઈ ટોળીયા, કિશોરભાઈ કાલરીયા, હરેશભાઈ વાડોદરીયા, ઓમદેવસિંહ જાડેજા, દિપકભાઈ સોલંકી, ભાવનાબેન કાસોદરા, નિતાબેન મહેતા, ડો.પ્રમોદભાઇ પટેલ તથા ગણેશભાઈ ઉર્ફ જ્યોતિરાદિત્યસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. જ્યારે યતિષભાઈ દેસાઈની નાગરિક સહકાર સમિતીની પેનલમાં યતિષભાઈ દેસાઈ, લલીતભાઈ પટોડીયા, કલ્પેશભાઈ રૈયાણી, રમેશભાઈ મોણપરા, સંદીપભાઈ હીરપરા, જયદીપભાઇ કાવઠીયા, ક્રીષ્નાબેન તન્ના, જયશ્રીબેન ભટ્ટી, વિજયભાઈ ભટ્ટ, કિશોરસિહ જાડેજા, જયસુખભાઇ પારઘીનો સમાવેશ થાય છે.
જ્યારે યુથ કોંગ્રેસનાં પ્રતિપાલસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આગામી તા.15 નાં ચુંટણી અને પરીણામ પણ તે જ દિવસે હોય માહોલ ગરમાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version