ગુજરાત

ફાયર NOC વગર જ રાજકોટમાં 221 શાળા ધમધમવા લાગી

Published

on

અરજી કરવા છતાં તંત્ર દ્વારા ફાયર ગઘઈ આપવામાં ઠાગાઠૈયા: 42 શાળાઓએ તો અરજી કરી નહીં

રાજકોટના ટીઆરપી અગ્નિકાંડ બાદ બાળકોની સુરક્ષા માટે શાળાઓમાં અગ્નિશામક સાધનો અને ફાયર એનઓસી ફરજીયાત કરવામાં આવી હતી અને આ સુવિધા ન હોય તેવી શાળા સામે કાર્યવાહી કરવાના આદેશ અપાયા હતા. રાજકોટની 221 જેટલી શાળા દ્વારા ફાયર એનઓસી માટે અરજી કરી હતી. પરંતુ હજુ સુધી તેઓને એનઓસી મળી નથી. છતાં પણ આવી શાળાઓ ચાલી રહી છે.


રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ આપેલી વિગતો મુજબ, શહેર અને જિલ્લામાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી મળી કુલ 3,132 સ્કૂલ છે. જેમાં 3 સ્કૂલ સીલ કરવામાં આવી છે. જેમાં લોધિકાની સનફ્લેમ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની ખાનગી સ્કૂલ ઉપરાંત કેતન વિદ્યાલય, નવજીવન હાઇસ્કૂલ અને અંકુર વિદ્યાલયનો સમાવેશ થાય છે. જ્યારે 221 સ્કૂલોએ ફાયર NOC માટે અરજી કરી છે, પરંતુ ગઘઈ મળી નથી.આ ઉપરાંત 42 સ્કૂલે ફાયર ગઘઈ માટે અરજી પણ કરી નથી.


રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 93 સરકારી પ્રાથમિક સ્કૂલ છે. જેમાંથી 10 સ્કૂલ પાસે ફાયર ગઘઈ છે. જ્યારે 10 સ્કૂલે ફાયર ગઘઈ માટે અરજી કરી છે. જો કે, 34 સ્કૂલ એવી છે કે, જેમના દ્વારા ફાયર ગઘઈ માટે અરજી કરવામાં આવી નથી અને 39 સ્કૂલ એવી છે કે, જે સેલ્ફ ડેક્લેરેશન ધરાવે છે. એટલે કે ત્યાં અગ્નિશામક યંત્રો છે. પરંતુ ત્યાં એક ફ્લોર પર 500 ચોરસ મીટરથી ઓછું ક્ષેત્રફળ છે અને બિલ્ડિંગની હાઈટ 9 મીટરથી ઓછી છે.


રાજકોટ જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકના 11 તાલુકાની સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડમાં પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક સ્કૂલો મળીને 2,132 સ્કૂલ છે. જેમાં 2,667 બિલ્ડિંગ છે. જેમાંથી 441 સ્કૂલે ફાયર ગઘઈ મેળવેલી છે. જ્યારે 152 સ્કૂલ એવી છે કે, જેમને ફાયર ગઘઈ માટે અરજી કરી છે. પરંતુ હજુ સુધી તેઓને ફાયર ગઘઈ મળ્યા નથી. જ્યારે ફાયર ગઘઈ રિન્યૂ માટેની અરજી કરી હોય તેવી 35 સ્કૂલ છે. આ ઉપરાંત સેલ્ફ ડેક્લેરેશન ધરાવતી સ્કૂલો પૈકી જરૂૂરિયાતવાળાં સાધનો ધરાવતી સ્કૂલ 1,504 છે.


રાજકોટમાં જિલ્લા શિક્ષણ અધિકારી હસ્તકની સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ એટલે કે ખાનગી સ્કૂલો મળીને કુલ સંખ્યા 916 છે. જેમાં 367 સ્કૂલ એવી છે કે, જેમના દ્વારા ફાયર મેળવવામાં આવેલી છે. જ્યારે 59 સ્કૂલે ફાયર ગઘઈ મેળવવા માટે અરજી કરી છે. જ્યારે 8 સ્કૂલ દ્વારા હજુ અરજી પણ કરવામાં આવી નથી. સેલ્ફ ડેક્લેરેશન ધરાવતી સ્કૂલ પૈકી જરૂૂરિયાતવાળાં સાધનો ધરાવતી કુલ સ્કૂલ 410 છે. જેમાં 66 સ્કૂલ એવી છે કે જે સેલ્ફ ડેક્લેરેશન ધરાવે છે. પરંતુ તેમની પાસે જરૂૂરિયાતવાળાં સાધનો એટલે કે, અગ્નિશામક યંત્રો નથી. જ્યારે 3 સ્કૂલ એવી છે કે જે સીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version