ક્રાઇમ

ઇંગ્લેન્ડના વિઝાની લાલચ આપી યુવાન સાથે 20 લાખની છેતરપિંડી

Published

on

યુનાઇટેડ કિંગડમના વિઝા અપાવાની લાલચ આપીને યુકે અને સુરતમાં રહેતા બે શખ્સોએ પોરબંદર જિલ્લાના ટુકડા મિયાણી ગામના એક ખેડૂત યુવાન સાથે કટકે કટકે રૂપિયા 20 લાખની છેતરપિંડીની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં બહાર આવી છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે સુભાષભાઈ માલદેભાઈ ઓડેદરા નામના ખેડુત યુવાને કેયુરભાઈ હિરજીભાઈ વાવૈયા (હાલ રહે.યુનાઈટેડ કીંગડમ, મૂળ-મોટા વરાછા, સી 406, સાંઈ દર્શન સંકલ્પ રામ ચોકની બાજુ, સુરત) તથા હાર્દિકભાઈ હિરજીભાઈ વાવૈયા (રહે.મોટા વરાછા, સી 406, સાંઈ દર્શન સંકલ્પ રામ ચોકની બાજુ, સુરત) સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર આરોપીઓએ ફરીયાદીને યુનાઈટેડ કીંગડમ (યુ.કે)ની હોમ કેર વર્ક વિઝા અપાવી દેવાની લાલચ આપીને ફરીયાદી પાસેથી બેંક એકાઉન્ટ મારફત રૂ.11 લાખ તથા ફરિયાદીના મિત્ર રામભાઈ રણમલભાઈ ઓડેદરા મારફત રૂ.9,00,000/- આરોપી કેયુરે યુ.કે. ખાતે મેળવીને ફરિયાદીની યુનાઈટેડ કીંગડમની હોમ કેર વર્ક વિઝા નહીં અપાવીને ફરીયાદી સાથે રૂ.20 લાખની છેતરપીંડી કરી, આરોપીઓએ ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી હતી. આ બનાવ અંગે બગવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version