‘ગીર લાયન સેન્ચ્યુરી’ પ્રોેજેક્ટે સિંહોનું પર્યાવરણ સંતુલન ખોરવ્યું, બન્યા માનવભક્ષી

વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાનો પણ સ્પષ્ટ રિપોર્ટ : જંગલમાં નેસડા બચાવવા સહિતની માગણી સાથે વેરાવળ માલધારી સેનાએ મુખ્યમંત્રીને કરી રજૂઆત ગીર જંગલ માંથી માલધારી…

વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાનો પણ સ્પષ્ટ રિપોર્ટ : જંગલમાં નેસડા બચાવવા સહિતની માગણી સાથે વેરાવળ માલધારી સેનાએ મુખ્યમંત્રીને કરી રજૂઆત

ગીર જંગલ માંથી માલધારી ના વિસ્થાપનની સિંહોની ખોરાક શૃંખલા પર પડેલી વિપરીત અસરો, ભૂતકાળના વૈજ્ઞાનિક રિપોર્ટ્સના તારણો અને સિંહોના માનવભક્ષી બનતા અટકાવવા બાબતે ’વેરાવળ માલધારી સેના’ દ્વારા મુખ્યમંત્રી ને વિસ્તૃત રજૂઆત કરેલ છે. ગિર લાયન સેન્ચ્યુરી પ્રોજેકટમાં જંગલમાંથી માલધારીઓના વિસ્થાપન (દૂર કરવા)નું શરૂ થતાં જ પાલતું જાનવરોના શિકારનો પ્રાકૃતિક સ્વભાવ ધરાવતાં સાવજોનું પર્યાવરણ સંતુલન ખોરવાયું છે. પરિણામે તે માનભક્ષી બનવા લાગ્યા છે. જંગલમાં નેસ બચાવવા વેરાવળ માલધારી સેનાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

વેરાવળ માલધારી સેના દ્વારા કરેલી રજૂઆતમાં જણાવેલ કે, તાજેતરમાં જૂન અને જુલાઈ 2026 દરમિયાન અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લાના રેવન્યુ વિસ્તારોમાં સિંહો દ્વારા 6 થી 7 જેટલા જીવલેણ માનવ હુમલાઓ થયા છે આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. સિંહ ક્યારેય માનવભક્ષી હોતો નથી, પરંતુ તેના આ બદલાયેલા વર્તન પાછળનું મુખ્ય કારણ ’ખોરાકની અછત’ અને ’માલધારીઓનું જંગલમાંથી વિસ્થાપન’ છે. સદીઓથી ગીરનો સિંહ અને માલધારી સમાજ એકબીજા સાથે સહઅસ્તિત્વ (Co-existence) ધરાવતો આવ્યો છે. પરંતુ, વર્ષ 1971-72 માં શરૂૂ થયેલા ’ગીર લાયન સેન્ચ્યુરી પ્રોજેક્ટ’ અંતર્ગત મોટાભાગના માલધારીઓને જંગલની બહાર રેવન્યુ વિસ્તારમાં વિસ્થાપિત કરવામાં આવ્યા. આજે ગીરના જંગલમાં માંડ 54 જેટલા જ નેસડા બચ્યા છે. માલધારીઓના પશુઓ સિંહો માટે એક ’બફર શિકાર’ (સરળ ખોરાક) સમાન હતા. માલધારીઓ સિંહ દ્વારા થતા પશુઓના શિકારને ’શિવ નો પ્રસાદ’ ગણીને હસતા મુખે જતું કરતા હતા, જે સિંહોની ભૂખ સંતોષવા માટે કુદરતી વ્યવસ્થા હતી. આ વાત માત્ર એક દાવો નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાતોના રિપોર્ટ્સ પણ આ વાતની પુષ્ટિ કરે છે.

માલધારીઓએ જણાવ્યું હતું કે, પોલ જોસ્લિનનો રિપોર્ટ (1970): 1971 ના વિસ્થાપન પહેલાં, કેનેડિયન વન્યજીવ જીવવિજ્ઞાની પોલ જોસ્લિ ને ગીર પર એક વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. તેમના રિપોર્ટ મુજબ, તે સમયે સિંહોના કુલ ખોરાક/મારણમાંથી 75 ટકા થી 80 ટકા હિસ્સો માલધારીઓના પાલતુ પશુઓનો હતો. એટલે કે માલધારીઓ સિંહોની ભૂખ સંતોષવા માં સીધો ફાળો આપતા હતા. ડો. રવિ ચેલમ નો અભ્યાસ (1993): જાણીતા વન્યજીવ વૈજ્ઞાનિક ડો. રવિ ચેલમ એ પોતાના રિપોર્ટમાં નોંધ્યું હતું કે માલધારીઓને જંગલમાંથી બહાર કાઢ્યા પછી ગીર માં હરણ અને સાબર જેવા જંગલી તૃણાહારી પ્રાણીઓ ની સંખ્યા વધી, પરંતુ સિંહોને વર્ષોથી પાલતુ પશુઓ નો શિકાર કરવાની જે આદત હતી તેને કારણે, સરળ શિકારની શોધમાં સિંહ ધીમે ધીમે જંગલની હદ (ઇજ્ઞીક્ષમફિુ) વટાવીને બહાર રેવન્યુ વિસ્તાર તરફ જવા લાગ્યા.

વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના તારણો
સિંહોની કુલ વસ્તીમાંથી લગભગ 50 ટકા જેટલા સિંહો પ્રોટેક્ટેડ એરિયા (PA)ની બહાર 35,000 ચોરસ કિલોમીટરના એગ્રો-પાસ્ટોરલ (ખેતી અને પશુપાલન વાળા) રેવન્યુ વિસ્તારમાં રહે છે. આ સિંહોનો મોટાભાગનો ખોરાક આજે પણ રેવન્યુ વિસ્તારના પાલતુ પશુઓ જ છે. જંગલમાંથી માલધારીઓ અને તેમના પશુધનને હટાવી લેવાથી સિંહોની ઇકોલોજીકલ સાયકલ (પર્યાવરણીય સંતુલન) ખોરવાઈ છે. તેઓ ખોરાકની શોધમાં ગામડાંઓ, હાઇવે અને શહેરોના છેવાડા સુધી પહોંચી ગયા છે. આજે રેવન્યુ વિસ્તારમાં પશુઓ સુરક્ષિત બાંધેલા હોવાથી અથવા શ્વાનની અછત હોવાથી, અત્યંત ભૂખ્યા સિંહો હવે વૃદ્ધાવસ્થા કે સંવનન કાળના તણાવમાં અજાણતા જ માનવીઓ (ખાસ કરીને બાળકો અને શ્રમિકો) પર જીવલેણ હુમલા કરી રહ્યા છે અને માનવભક્ષી બની રહ્યા છે.

માલધારીઓની આ છે મુખ્ય ચાર માગણી
(1) ગીરમાં બચેલા જે 54 નેસડાઓ છે, તેમાંથી માલધારીઓને જંગલની બહાર કાઢવાની નીતિ તાત્કાલિક ધોરણે સંપૂર્ણપણે બંધ કરવામાં આવે. માલધારીઓ જંગલના દુશ્મન નથી, પણ સંતુલન જાળવનાર કડી છે. (2) પોલ જોસ્લિન અને રવિ ચેલમ જેવા નિષ્ણાતોના રિપોર્ટ્સનો પુન: અભ્યાસ કરી, વન વિભાગની નીતિઓમાં સુધારો કરવામાં આવે અને જંગલની અંદર જ સિંહો માટે ખોરાક (ાયિુ બફતય) ની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે. (3) માલધારીઓએ સિંહોના સંરક્ષણ માટે પોતાના લાખો રૂૂપિયાના પશુઓ ગુમાવ્યા છે. વન્યજીવ સંરક્ષણ સમિતિઓમાં માલધારી આગેવાનોને ફરજિયાત સ્થાન આપી તેમનો માર્ગદર્શન લેવામાં આવે. (4) રેવન્યુ વિસ્તારમાં વસતા ખેડૂતો, મજૂરો અને માલધારીઓના જાનમાલના રક્ષણ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવે અને માનવભક્ષી બની ગયેલા સિંહોનું સત્વરે રેસ્ક્યુ કરી તેમને યોગ્ય આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવે.