ટ્રાવેલ્સમાં પાર્સલની આડમાં ઇન્દોરથી મોકલાવેલો 1824 બોટલ દારૂ ઝડપાયો

  લકઝરી બસમાં ઈન્દોરથી પાર્સલ આડમાં મોકલવામાં આવેલો દારૂૂ રાજકોટ ટ્રાવેલ્સની ઑફિસે પહોંચતા આજીડેમ પોલીસે પકડી પાડી 13 જેટલા પાર્સલમાંથી મળેલી 1824 બોટલ દારૂૂ કી.રૂૂ.2,65,680નો…

 

લકઝરી બસમાં ઈન્દોરથી પાર્સલ આડમાં મોકલવામાં આવેલો દારૂૂ રાજકોટ ટ્રાવેલ્સની ઑફિસે પહોંચતા આજીડેમ પોલીસે પકડી પાડી 13 જેટલા પાર્સલમાંથી મળેલી 1824 બોટલ દારૂૂ કી.રૂૂ.2,65,680નો કબ્જે કરી તપાસ હાથ ધરતા આ પાર્સલ ઇન્દોરના હરિઓમ એન્ટરપ્રાઇઝમાંથી મોકલવામાં આવ્યા હતા અને જૂનાગઢના રાહુલ કેમિકલ્સમાં આપવાના હોવાનું સામે આવતા બંને સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ મથકના પીઆઇ એચ.એન.પટેલની સુચનાથી પીએસઆઈ વી.જી.ડોડીયા અને ટીમના એએસઆઇ રવિભાઈ વાંક, પો.હેડ.કોન્સ પિયુષભાઇ ચીરોડીયા, ગોપાલભાઈ બોળીયા, હરપાલસિંહ જાડેજા, દેવાંગભાઈ પાલા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ગોંડલ ચોકડી પાસે આવેલી નેશનલ ટ્રાવેલ્સની ઓફિસ બહાર કેટલાક પાર્સલ શંકાસ્પદ હોવાનું લાગી રહયું છે, જે બાતમીના આધારે પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી ટ્રાવેલ્સ ઓફિસના સંચાલકને પાર્સલ બાબતે પૂછતાં હરિઓમ એન્ટરપ્રાઇઝ ઈન્દોરથી આવ્યા છે અને જૂનાગઢમાં રાહુલ કેમિકલ્સ નામની પેઢીને આપવાના હોવાનું ચીઠીના આધારે જણાવતા પોલીસે જુદા જુદા 13 જેટલા પાર્સલ ખોલી જોતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની 1824 બોટલ ઈંગ્લીશ દારૂૂ કી.રૂૂ.2,65,680400ની મળી આવતા દારૂૂનો જથ્થો કબ્જે કરી મોકલનાર ઇંદોરની પાર્ટી અને લેનાર જૂનાગઢની રાહુલ કેમિકલ્સની પેઢીના સંચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિરાસર એરપોર્ટ પાસે સ્કૂટરમાં દારૂ લઇ નીકળેલા બે ઝબ્બે
એરપોર્ટ પોલીસે રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર ચેકપોસ્ટથી એરપોર્ટ ત્રણ રસ્તા તરફ આવતા સ્કૂટરને અટકાવી તેની તલાશી લેતા 96 બોટલ દારૂના ચપલા કિંમત 9600 મળી આવતા પોલીસે સ્કૂટર સવાર હાર્દિક મુકેશભાઇ વાઘેલા (રહે. તોપખાના) અને જગદીપ સંજયભાઇ મકવાણા (રહે. ઠક્કરબાપા હરીજનવાસ)ને ઝડપી લઇ બંન્ને વિરૂધ્ધ પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.