જન્મથી જ મૂક બધિર એવી 14 વર્ષની ભૂલી પડેલી બાળકીને 181 ની ટીમે સહી સલામત તેના પરિવારને સોંપવામાં કાળજીભરી જહેમત ઉઠાવી હતી.રાજકોટના માલિયાસણ ચોકડી પરથી તા.17/10/2025ના રોજ રાત્રિ ના 181 પર જાગૃત નાગરિકનો કોલ આવ્યો કે કોઈ અજાણી 14 વર્ષીય બાળકી મળી આવેલ છે, તેની મદદે 181 વાન મોકલો,આથી તાલુકા પો.સ્ટે. સ્થિત 181 વાનના કાઉન્સેલર કિંજલ વણકર, મહિલા કોન્સ્ટેબલ જાનકીબેન, પાયલોટ દર્શિતભાઈ ઘટનાસ્થળ પર પહોચી જાગૃત નાગરિકને (રિક્ષાચાલક )મળી ઘટના અંગે માહિતી મેળવતાં તેમણે કહ્યું કે હું રિક્ષા લઈને રસ્તા પરથી નીકળ્યો, ત્યારે બાળકી રસ્તા પર ઊભી હતી ને તેને ક્યાંક જવું હોય તેમ હાથ લાંબો કર્યો હતો.
તેથી મેં બાળકીને રિક્ષામાં બેસાડી અને પૂછ્યું કે તારે ક્યાં જવું છે? તો તે બાળકી કંઈ સમજી નહિ, બોલી પણ નહીં અને માત્ર ઈશારાથી પોતાનું નામ સરનામું સાંકેતિક રીતે સમજાવવાની કોશિશ કરી આથી રિક્ષાવાળા ભાઈને એવું લાગ્યું કે આ છોકરી મૂંગી બહેરી લાગે છે. અને ભૂલી પડી ગઈ લાગે છે આ બાળકીને મદદ કરવા માટે અગાઉ જ કોઈએ 112 હેલ્પલાઇનમાં ફોન કરી દીધો હશે. જેથી ઘટનાસ્થળ પર 112 ની ટીમ પણ હાજર જ હતી રિક્ષાવાળાના કોલ પરથી ઘટના સ્થળે પહોંચેલ 181 ની ટીમ ના સભ્યો મુંગી બહેરી બાળકીને ઇશારાથી અને સાંકેતિક રીતે સમજાવતા હતા, જેના પરથી પ્રાથમિક રીતે એવું જાણવા મળ્યું કે તે બોલી, સાંભળી કે લખી શકતી નથી. તેની પાસે પરિવારના કોઈ પણ સભ્યનો કોન્ટેક્ટ નંબર પણ નથી.
જેથી સાંકેતિક ભાષામાં કાઉન્સેલિંગ ચાલી રહ્યું હતું, તે દરમ્યાન જ 112 ટીમ નો કોલ આવ્યો કે તમને કોઈ મુકબધિર બાળકી મળેલ છે?જેથી બાળકીનો ફોટો વોટ્સએપના માધ્યમથી શેર કર્યો, ત્યારે ખબર પડી કે આ બાળકીનો પરિવાર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાળકીને ગુમ થવાની ફરિયાદ નોંધાવવા આવ્યો છે. આથી આ બાળકીને 181 વાન માં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ સહી સલામત તેના પરિવારના સભ્યોને સોંપી ત્યારે ખબર પડી કે બાળકી જન્મથી જ મૂકબધિર છે અને પરિવારમાં કોઈને જાણ કર્યા વગર ઘરેથી અચાનક જ નીકળી ગઈ હતી. 181 ની ટીમે પરિવારના સભ્યોને મૂંગી પહેરી બાળકીની તેના પરીવારને સહી સલામત સોપણી કરી બાળકી ની કાળજી રાખવા સમજાવ્યું હતું. બાળકીના પરીવારે પોતાની મુખ બધિર દીકરીનો હવેથી ખ્યાલ રાખવા ખાતરી આપી હતી અને 181 ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.
