રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં ચૂંટણી આવતા પેન્શન મુદ્દે 17 લાખ કર્મચારીઓની હડતાળની ધમકી

Published

on

29 ઓગસ્ટ સુધીમાં વિવિધ માંગો પૂરી ન થાય તો રાજયભરમાં ચક્કાજામ

મહારાષ્ટ્રના 17 લાખ સરકારી કર્મચારીઓ તેમની વિવિધ માગણીઓ માટે 29મી ઓગસ્ટથી બેમુદત હડતાલ ઉપર જશે. રાજ્યના સરકારી કર્મચારીઓની આ હડતાલને કારણે લોકોએ પારાવર મુશ્કેલીનો સામનો કરવો પડે એવી શક્યતા છે.


રાજ્ય સરકારી કર્મચારી સંગઠનની પગલાં સમિતીની આજે યોજાયેલી બેઠકમાં બેમુદત હડતાલનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આવતા મહિને ગણેશોત્સવ આવી રહ્યો છે, એટલે સરકારી કર્મચારીઓને હડતાલ પર ઉતરતા અટકાવવા શિંદે સરકારે પ્રયાસ કરવો પડશે. જૂના પેન્શન પ્રમાણે નવું પેન્શન ચૂકવવા સહિતની માગણી સાથે હડતાલનું એલાન કર્યું છે. મુંબઈમાં યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય સંદર્ભે સમિતીના વિશ્વાસ કાટકરે જણાવ્યું હતું કે પેન્શન અંગે રાજ્ય સરકારને તત્કાળ નોટિફિકેશન બહાર પાડવાની સરકારને અપીલ કરી છે.

સરકાર નોટિફિકેશન બહાર નહીં પાડે તો 29મીથી હડતાલ પર ઉતરી જશું. અગાઉ રાજ્ય સરકારે પેન્શન મામલે આશ્વાસન આપ્યું હતું પણ તેનું પાલન નથી કર્યું. એટલે અમે નોટિફિકેશન બહાર પાડવાનો આગ્રહ રાખ્યો છે. દરમ્યાન મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જ બરાબર સરકારી કર્મચારીઓના સંગઠનો તરફથી સરકારનું નાક દબાવવા તૈયાર થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version