રાજકોટ શહેર-જિલ્લામાં રેશનિંગની 160 દુકાનો ચાર્જમાં, કલેક્ટર પણ ચોંક્યા

રાજકોટ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ગરમાવો જોવા મળ્યો હતો. આ બેઠકમાં ધારાસભ્યો અને સમાજના અન્ય આગેવાનો…

રાજકોટ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ગરમાવો જોવા મળ્યો હતો. આ બેઠકમાં ધારાસભ્યો અને સમાજના અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા.

રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 752 સસ્તા અનાજની દુકાનોમાંથી 160 દુકાનો ચાર્જમાં ચાલે છે. આ મુદ્દાને કારણે કલેક્ટર ચોંકી ઊઠ્યા હતા અને તેમણે ડીએસઓને આ તમામ દુકાનોને તાત્કાલિક રેગ્યુલાઇઝ કરવા આદેશ આપ્યો હતો.

રાજકોટ જિલ્લાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં અનેક જગ્યાએ વાસણો તૂટી ગયા છે અને ભંગાર થઈ ગયા છે, ખાસ કરીને પડધરી તાલુકામાં વાસણોની અછત હોવાનું બહાર આવ્યું હતું.

ઈ-કેવાયસીની કામગીરીમાં રાજકોટ શહેર અને જિલ્લો સમગ્ર રાજ્યમાં 27મા નંબરે હોવાનું બહાર આવતા સભ્યો પણ આશ્ચર્યચકિત થયા હતા.તપાસ દરમિયાન 25 દુકાનોમાં વધુ પડતો પુરવઠો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યાં જરૂૂરિયાત છે ત્યાં વધુ 5% પુરવઠો પહોંચાડવા સૂચના આપવામાં આવી હતી.

ડીએસઓ ઝાપડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાની નવ દુકાનોમાં અનિયમિતતા જણાતા કુલ રૂૂ. 14 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને આગામી સપ્તાહથી આ નવ દુકાનો સામે કેસ શરૂૂ કરવામાં આવશે.