શહેરમાં જુગારના 3 દરોડામાં પતા ટીંચતા 2 મહિલા સહિત 16 ઝડપાયા

શહેરમાં અલગ-અલગ 3 સ્થળે ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડા પાડી પતા ટીંચતા 2 મહિલા સહિત 16 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી રૂા.1.22 લાખનો મુદ્દામાલ…

શહેરમાં અલગ-અલગ 3 સ્થળે ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડા પાડી પતા ટીંચતા 2 મહિલા સહિત 16 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી રૂા.1.22 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એસ.એમ.રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન યુનિ. રોડ પર ભગતસિંહ ગાર્ડન પાસે શિવ શક્તિ સોસાયટીમાં મિલન ચોથાણી નામનો શખ્સ પોતાના મકાનમાં જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પતા ટીંચતા મકાન માલિક મિલન અરવિંદભાઇ ચોથાણી ઉપરાંત કૌશીક મનસુભાઇ ગલાણી, મિતુલ સુરેશભાઇ ગીનોયા, રાહુલ પરસોતમભાઇ તાળા, સુભાષ મોહનભાઇ ગઢીયા, ધ્રુપેશ ભીખાભાઇ ગાજીપરા અને સાગર જેન્તીભાઇ સવાણીને ઝડપી પાડી પટમાંથી રૂા.56,500ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં એલસીબી ઝોન-2ના પીએસઆઇ એસ.વી.ચુડાસમાં, એએસઆઇ જેન્તીભાઇ ગોહીલ, હરપાલસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમીના આધારે પરસાણાનગર શેરી નં.7માં રહેણાંક મકાનમાં દરોડો પાડી જુગાર રમતા બીપીન રમેશભાઇ પરમાર, વિપુલ રાજુભાઇ મેરાણ અને પ્રજ્ઞેશ અનીલભાઇ જેઠવાને ઝડપી પાડી પટમાંથી રૂા.55,500ની રોકડ કબજે કરી હતી.

જયારે બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે લાલપરી દરોડો પાડી જુગાર રમતા અબાશ ઇસ્માઇલભાઇ રાઉમા, ધીરુ ગાડુભાઇ તલસાણીયા, મનસુખ તુલીશભાઇ બાવરીયા, નીતિન અમરશીભાઇ સાલાણી, ગૌરીબેન સવજીભાઇ લગવાડીયા અને વીજયાબેન ગોરર્ધનભાઇ સેલાણીયાને ઝડપી પાડી રૂા.10,490ની રોકડ કબજે કરી હતી.